Sec 43B(H) ની સરળ ભાષામાં સમજૂતી By સચિન ઠક્કર
સચિનકુમાર ટી ઠક્કર
ટેક્ષ એડવોકેટ.ડીસા
9727060777
stthakkar501@gmail.com
આજે આ લેખમાં ઇન્કમ ટેક્સની નવી દાખલ કરવામાં આવેલ 43B(h) ની સરળ ભાષામાં પ્રશ્ન જવાબ સ્વરૂપે આપવામાં આવેલ છે.
1). કેવા પ્રકાર ના વેપારીઓ ને લાગુ પડશે?
જે વેપારીઓ નું ટર્ન ઓવર 50 કરોડ થી ઓછું છે અને જેમણે MSME/ UDYAM સર્ટિફિકેટ કઢાવેલ છે
અથવા
જેની પાસેથી ખરીદી કે સર્વિસ લીધેલ હોય તેવા વેપારીઓ એ MSME/UDHYAM સર્ટિફિકેટ કઢાવેલ હોય તેવા તમામ વેપારીઓ ને આ SECTION નું પાલન કરવું પડશે.
2). આ SECTION શું કહેવા માંગે છે?
કોઈપણ વેપારી MSME માં રજીસ્ટર હોય તેવા મેન્યુફેક્ચરિંગ વેપારી પાસેથી ખરીદી કરી હોય કે સેવા (સર્વિસ) લીધેલી હોય તો તેમણે તે ખરીદી/સર્વિસ નું પેમેન્ટ 45 દિવસની અંદર ચૂકવી દેવુ પડશે
3). 31/03/2023 ના સરવૈયા માં જે વેપારી ને પૈસા ચૂકવવા ના બાકી બતાવ્યા હોય અને એ બીલ જો 31/03/2023 થી 45 દિવસ પહેલા નું હોય તો તે બીલ ની રકમ તમે જે નફો બતાયો હોય તેમાં ઉમેરી દેવામાં આવશે અને જે ટોટલ આવશે તેને નફો ગણી તેના ઉપર જે ટકાવારી મુજબ ટેક્ષ ગણતરી થતી હશે તે મુજબ ટેક્ષ ભરવાની જવાબદારી આવી જશે.
4) કોને કોને લાગુ નહિ પડે?
જે વેપારી નું ટર્ન ઓવર 50 કરોડ થી વધુ છે જે વેપારી MSME/UDYAM માં રેજીસ્ટ્રેશન કરાવેલ નથી.
પરંતુ
જે મેનુફેકચ કરતા હોય વેપારી પાસેથી ખરીદી કરી હોય અને તે વેપારી MSME/UDHYAM માં રેજિસ્ટર હોય તો ખરીદ કરનાર વેપારી ભલે રજીસ્ટર ના હોય તો પણ બંને વેપારીઓ ને આ section નું પાલન કરવાની જવાબદારી આવી જાય.
હાલની સરકારની જોગવાઈ મુજબ ઉપર પ્રમાણે કાયદાનું પાલન કરવાનું રહેશે તેમ છતાં સરકાર દ્વારા કોઈ સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવશે તો તેની માહીતી સમયસર ફરીથી જણાવીશું..
(લેખક ડીસા ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરે છે.)