સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 07.09.2024

0
Spread the love
Reading Time: 6 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલનો મુખ્ય ધંધો ખાણ માંથી પથ્થર કાઢી વેચાણ કરવાનો છે. તેઓને નાણાકીય વર્ષ 2017 18 થી 2023 24 બાબતે જી.એસ.ટી. દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી. અમારા અસિલે 2017-18 માં 5% લેખે RCM ભરેલ છે. તે સિવાયના વર્ષમાં તમામ 18% વેરો ભરી આપવામાં આવ્યો છે. અમારા માટે 2017 18 માટે નોટિસ બજાવવાનો સમય 05.08.2024 ના રોજ પૂર્ણ થઈ ગયો ગણાય. હવે 2017 18 બાબતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ શું પગલાં લઈ શકે છે?                                                                               હેમંત જે. જાદવ, ટેક્સ કન્સલ્ટન્ટ, સુરત

જવાબ: હા, નાણાકીય વર્ષ 2017-18 માટે જી.એસ.ટી. કાયદાના કલમ 74 હેઠળ નોટિસ બજાવવાનો સમય 05.08.2024 ના રોજ પૂર્ણ થઈ ગયો ગણાય. જો આપના અસીલને આ નોટિસ (ઇ મેઈલ-પોસ્ટ વી) આ તારીખ પછી આપવામાં આવી હોય તો સૌથી પહેલા આ અંગે લેખિત જવર રજૂ કરી આ અંગે તકરાર લેવી જોઈએ તેવો અમારો મત છે.


  1. અમારા અસીલનો મુખ્ય ધંધો ખાણ માંથી પથ્થર કાઢી વેચાણ કરવાનો છે. તેઓને નાણાકીય વર્ષ 2017 18 થી 2023 24 બાબતે જી.એસ.ટી. દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી.  અમારા અસિલે 2017-18, 2018 19, 2019 20 માં 5% લેખે RCM ભરેલ હતો. હવે નોટિસ આવતા અમારા અસિલે બાકીના 13% RCM પણ DRC 03 કરી કલમ 73 હેઠળ ભરી આપવામાં આવ્યો છે. અમારા અસિલે વ્યાજ કે દંડ ભરેલ નથી. હવે આ સંજોગોમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ શું પગલાં લઈ શકે છે? આ કેસમાં વ્યાજ અને દંડમાં રાહત મળી શકે કે કેમ?                                                                                                                                                                                                                        હેમંત જે. જાદવ, ટેક્સ કન્સલ્ટન્ટ, સુરત

જવાબ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ પ્રકારની નોટિસો સમગ્ર દેશમાં નીકળી હોવાના સમાચાર છે. નોટિસ સામે વ્યાજ કે દંડ વગર રકમ ભરવાથી આ કાર્યવાહીનો અંત આવતો નથી. કલમ 74 માં સ્પષ્ટ જોગવાઈ છે કે કરદાતા દ્વારા ટેક્સ, વ્યાજ અને દંડ ચૂકવવામાં આવે તો કાર્યવાહીનો અંત થઈ જાય. આમ, માત્ર ટેક્સની રકમ ભરી આપવામાં આવેલ હોય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ઉગામવામાં આવેલ કલમ 74 હેઠળની નોટિસનો અંત આવતો નથી. વ્યાજ અને દંડ માફ કરવાની સત્તા આકારણી અધિકારી પાસે નથી. હા, વિવિધ એસોસીએશનની આ બાબતે રજૂઆત થઈ રહી છે અને આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જવાની પણ હિલચાલ ચાલુ છે તેવા સમાચાર છે.


  1. અમારા અસીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છે. તેઓ હાલ રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભારે છે. તેઓ આગામી નાણાકીય વર્ષ 2025 26 થી ફોરવર્ડ ચાર્જમાં જવા ઈચ્છા ધરાવે છે. અમારા આ બાબતે નીચે મુજબના પ્રશ્નો છે.
    1. ફોરવર્ડ ચાર્જમાં વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારીએ તો ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે?
    2. તેઓને ટ્રકની ખરીદી કે સપેરપાર્ટસની ખરીદીની ક્રેડિટ 01.04.2025 થી મળે ને?
    3. તેઓ સાથે કપચીનું ટ્રેડિંગ પણ કરે છે તો કપચી પહોચડવા સાથે કંપોઝીટ સપ્લાય પણ કરી શકે કે કેમ?                      ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: આપના અસીલ આગામી વર્ષમાં ફોરવર્ડ ચાર્જનો વિકલ્પ સ્વીકારે તો તે અંગે અમરા નીચે મુજબ જવાબ છે.

  1. ફોરવર્ડ ચાર્જમાં વેરો ભરવાનું સ્વીકારવામાં આવે તોકરદાતા પાસે બે વિકલ્પ રહે પહેલો વિકલ્પ કે તેઓ ITC વગર 5% લેખે વેરો ભરે અથવા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સાથે 12% લેખે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
  2. તેઓને 01.04.2025 કે ત્યારબાદ જ ટ્રક ખરીદીની કે સ્પેર પાર્ટસર્ટ્સ ખરીદીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
  3. તેઓ કંપોઝીટ વેચાણ પણ કરી શકે તેવો અમારો મત છે.

4. અમારા અસીલ સહકારી મંડળી છે. તેઓ પોતાના સભ્યો માટે આકસ્મિક વીમાનું પ્રીમિયમ ભરે છે. શું આ પ્રીમિયમ ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે?                                                                                                        ધર્મેશ જરીવાલા, એડવોકેટ, સુરત

જવાબ: હા, આકસ્મિક વીમાનું પ્રીમિયમ ભરે તેના ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. જો કાયદા હેઠળ આ આકસ્મિક વીમો લેવો ફરજિયાત હોય તો મળે. અન્યથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે પ્રશ્ન ઊભા કરી શકે તેવો અમારો મત છે.  


  1. અમારા અસીલ સર્વિસ એક્સપોર્ટ કરે છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ ઓફિસ માટે મોબાઈલ, કોમ્પ્યુટર, AC તેમજ ઓફિસ સ્ટેશનરીની ખરીદી કરે છે. શું આ વસ્તુ ઉપર લગતા જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? શું રિફંડ માટે અરજી કરી શકાય.? વિજય પ્રજાપતિ

જવાબ: આપના અસીલને એક્સપોર્ટ કરે છે તે બાબતે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે. પરંતુ LUT હેઠળ કેપિટલ ગુડ્સનું રિફંડ મળે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ દ્વારા કંપોઝીશનનું CMP 08 મોડુ ભરવામાં આવ્યું હતું. આ કારણોસર તેઓ ઉપર વ્યાજની જવાબદારીની નોટિસ આવેલ છે. મારો પ્રશ્નએ છે કે શું કંપોઝીશન વેપારીને પણ ટેક્સ મોડો ભરવાના કારણે વ્યાજ લેટ? કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: હા, CMP 08 મોડુ ભરવાના કારણે ટેક્સ મોડો ભરાઈ તેના ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 50 હેઠળ વ્યાજ લાગુ પડે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ/બેનામી ટ્રાન્સેકશન એક્ટ

  1. અમારા અસીલ એક નવું રહેણાંકી મકાન પોતાના સાળીના નામે ખરીદી કરે છે. આ મકાન ખરીદીનું પેમેન્ટ અમારા અસીલ કરે છે અને આ મકાનમાં અમારા અસીલનો પરિવાર વસવાટ કરે છે. શું આ મકાન બેનામી ગણાઈ શકે?                                               કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: હા, આ રહેણાંકી મકાન બેનામી મિલકતની વ્યાખ્યામાં આવે તેવો અમારો મત છે. બેનામી પ્રોપેર્ટી એક્ટના આપવામાં આવેલ એક પણ અપવાદમાં સાળીના નામે લેવામાં આવેલ મકાનનો સમાવેશ થતો નથી તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ફાર્મા બિઝનેસમાં છે. તેઓ 44AD હેઠળ આવક દર્શાવે છે. તેઓના દ્વારા “ગોલ્ડ કોઈન” નું વેચાણ કરવામાં આવે છે. શું આ વેચાણની આવક ધંધાકીય આવક ગણાશે કે કેપિટલ ગેંઇન?                                                                                          કોલીપરા સુંદરીયા, પોન્નુર

જ:વાબ: સામાન્ય સંજોગોમાં “ગોલ્ડ કોઈન” નું વેચાણ એ કેપિટલ ગેઇન ગણાય તેવો અમારો મત છે.


  1. અમારા અસીલની દુકાન રોડ પહોળો કરવાના હેતુથી સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી છે અને અમારા અસીલને આ અંગે વળતર આપવામાં આવ્યું છે. શું આ દુકાન સંપાદનની રકમ કરપાત્ર બને કે કરમુક્ત? કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: જમીન-દુકાન ફરજિયાત સંપાદનની આવક ઇન્કમ ટેક્સની કલમ 10(37) હેઠળ કરમુક્ત બને તેવો અમારો મત છે. આ બાબતે રાઇટ ટુ ફેર કંપેનસેશન એક્ટ,2013 ની કલમ 96 અને આ સંદર્ભે આપવામાં આવેલ CBDT નોટિફિકેશન 48/2017, તા. 08.06.2017 જોઈ જવા વિનંતી.


     4. અમારા અસીલ વ્યક્તિગત તથા HUF એમ બે રિટર્ન ભરે છે. આ બન્ને રિટર્ન ભરવામાં એકાઉન્ટમાં તેઓએ વ્યક્તિગ્ત માં 3 લાખ તથા HUF માં 4 લાખનો ઉપાડ બતાવ્યો છે. શું આ ઉપાડ બારોબાર ગણાય? શું ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઉપાડ અંગે કોઈ મર્યાદા આપવામાં આવેલ છે?                                                                                                                                                                                                                       કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: ના, ઉપાડ અંગે કોઈ મર્યાદા ઇન્કમ ટેક્સ કાયદામાં આપેલ નથી. ઉપાડ જે તે વ્યક્તિના વ્યક્તિગત પરિસ્થિતી મુજબ યોગ્ય હોય તે જરૂરી છે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કે જેઓ ડેન્ટલ ડોક્ટર છે તેઓ પ્રેક્ટિસ સાથે દવા પણ પોતાના ક્લિનિક ઉપરથી આપે છે. તેઓનું ટર્નઓવર 50 લાખથી ઓછું છે. આ દવા ખરીદીનો ખર્ચ પણ અમે બાદ લઈએ છીએ. શું આ ડોક્ટર 44ADA હેઠળ રિટર્ન ભરી શકે?                              કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: હા, ડેન્ટિસ્ટ પોતે દવા “ડિસ્પેન્સ” (આપતા) હોય તો પણ તેઓ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44ADA હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108