સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 25th March 2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


  1. અમારા અસીલ બિયારણના ઉત્પાદક છે. તેઓને નાણાકીય વર્ષ 2022-23 ના વર્ષમાં 1.5 રકમના કરોડ બિયારણનો ઓર્ડર મળેલ છે. આ ઓર્ડર પૈકી 1 કરોડ જેવી રકમનો માલ અમારા વેપારી 2022-23 માં સપ્લાય કરી આપવાના છે. પ્રશ્ન એ છે કે શું અમારા અસીલની બાકીના 50 લાખની જે રકમ જમા રહે છે તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                 નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, માલ પેટે મળેલ એડ્વાન્સ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ FOR (ગ્રાહકની સાઇટ પર) ડિલિવરી કરી શકે તે માટે ટ્રકની ખરીદી કરે છે. શું આ ખરીદેલ ટ્રકની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?                                                                                                                                                              ગૌરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, માલ ડિલિવરીના ઉપયોગમાં લેવાતા ટ્રકની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ જે ટ્રકની ખરીદી કરે છે આ ટ્રકની ખરીદીમાં 20% જેવુ વેચાણ કરમુક્ત વસ્તુઑનું થતું હોય છે. શું અમારા અસીલ દ્વારા જી.એસ.ટી. નિયમ 42 હેઠળ રિવર્સલ કરવાનું રહે?                                                                                       ગૌરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, જો ટ્રકનો ઉપયોગ કરપાત્ર તથા કરમુક્ત એમ બન્ને માલની સપ્લાય માટે થતો હોય તેવા સંજોગોમાં આ ક્રેડિટ “કોમન ક્રેડિટ” ગણાય અને તેઓએ જી.એસ.ટી. નિયમોના નિયમ 43 હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ રેસ્ટોરન્ટ ચલાવે છે. હાલ તેઓ કંપોઝીશન હેઠળ ધંધો કરે છે. હવે તેઓ હોટેલ ચાલુ કરી રમ પણ ભાડે આપશે. તેઓનું ટર્નઓવર 50 લાખ કરતાં ઓછું છે. આવા સંજોગોમાં કંપોઝીશનમાં હોય કેટલા ટકા દરે વેરો ભરવાની જવાબદારી આવે?                                                                                                                                                                                                                            ગૌરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હાલ, જ્યારે આપના અસીલ રેસ્ટોરન્ટ હેઠળ કંપોઝીશનનો વિકલ્પ ધરાવે છે ત્યારે આ વિકલ્પ જી.એસ.ટી. કાયદાની કલમ 10(1) હેઠળ ધરાવે છે. હવે જ્યારે તેઓ રૂમનું ભાડે આપવાની સેવા પણ શરૂ કરી રહ્યા હોય, આદર્શ રીતે તેઓએ કંપોઝીશન બહાર નીકળી રેગ્યુલર સ્કીમમાં જય વેરો ભરવાનો વિકલ્પ લેવો જોઈએ. આમ, કંપોઝીશનમાં બહાર નીકળ્યા હોવા છતાં રેસ્ટોરન્ટની જવાબદારી 5% ની જ રહે છે. જો કે તેઓ કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકતા નથી. રૂમ ભાડા ઉપર 7499/- સુધીના ભાડા ઉપર 12% ના દરે જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.


Disclaimer:

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

1 thought on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 25th March 2023

Comments are closed.

error: Content is protected !!