સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 22nd FEBRUARY 2021

Spread the love
Reading Time: 2 minutes

22nd FEBRUARY 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલ વાલ અને મગફળીનું વેચાણ કરે છે. વાલ અને મગફળી ઉપર ક્યાં દરે વેરો લાગે અને HSN કોડ ક્યો લાગુ પડે તે જણાવવા નમ્ર વિનંતી.        હિત લિંબાણી

જવાબ: મગફળી જો “સિડ ક્વોલિટી” ના હોય તો 1202 HSN લાગુ પડે અને કરમુક્ત બને. જો આ મગફળી સિડ ક્વોલીટીની ના હોય તો “તૈલીબિયા” ગણાય, HSN 1202 લાગુ પડે અને 5% લેખે કરપાત્ર બને તેવો અમારો મત છે.

વાલ ઉપર HSN 0713 લાગુ પડે અને બ્રાન્ડ નેમ ધરાવતા હોય તો 5% જી.એસ.ટી. લાગુ પડે અને બ્રાન્ડ નેમ વગર હોય તો કરમુક્ત બને તેવો અમારો મત છે.

  1. અમારા અસીલની 2017-18 ની આકારણી દરમ્યાન એડવોકેટ ફી ઉપર RCM ભરવાપાત્ર નિકલવામાં આવ્યો છે. આ RCM ની ક્રેડિટ હું ચાલુ વર્ષે લઈ શકું કે મારે DRC 03 વડે સેટ ઓફ જ કરવો પડે? કૌશિક ગાંગદેવ, એકાઉન્ટન્ટ, ઉના

જવાબ: અમારા મતે આકારણીમાં ઉપસ્થિત થયેલ RCM ની પણ ક્રેડિટ મળી શકે. આ ક્રેડિટ ચાલુ વર્ષે લેવાની થાય. જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 16(4) ની મર્યાદાના પ્રશ્નો કદાચ આવી શકે. આ ક્રેડિટ લેવામાં કાયદાકીય લડત આપવાની શક્યતાઑ રહેલી છે.

 

  1. અમારા અસીલની 2018-19 ના કેસમાં ઓડિટ દરમ્યાન ડિમાન્ડ નિકલવામાં આવેલ છે. અમારા ક્રેડિટ લેજરમાં મોટી રકમ પડેલ છે. શું અમે આ ડિમાન્ડ ક્રેડિટ લેજરમાંથી ભરી શકીએ? ઇમરાન ચોરવાડા, એડવોકેટ

જવાબ: 2018 19 ના વર્ષમાં ઓડિટ દરમ્યાન ડિપાર્ટમેંટ દ્વારા ઊભી કરવામાં આવેલ ડિમાન્ડ પૈકી ટેક્સની રકમ ક્રેડિટ લેજરમાં થી ભરી શકાય. વ્યાજ અને દંડ કેશ લેજરમાંથી ભરવાના રહે.

 

:ઇન્કમ ટેક્સ:

  1. અમારા અસીલ ચંદન અને મલેશિયન નીમની ખેતી કરે છે. આ ચંદન અને મલેશિયન નીમના વેચાણમાંથી જે આવક થાય તે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખેતીની આવક ગણાય કે ધંધાકીય આવક ગણાય? પિયુષ લિંબાણી

જવાબ: ચંદન તથા મલેશિયન નીમની ખેતી કરી મેળવવામાં આવેલ ઉપજ એ ઇન્કમ ટેક્સ હેઠળ ખેતીની આવક ગણાય તેવો અમારો મત છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!