2000/- ની નોટ સર્ક્યુલેશનમાંથી થશે દૂર: જો કે હાલમાં રહેલી 2000 ની નોટ ગણાશે માન્ય
Reading Time: < 1 minute
તા. 19.05.2023: 2000 ની નોટ અંગે આજે RBI દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત મુજબ 2000/- ની નવી નોટ સરક્યુંલેશનમાંથી દૂર કરી આપવામાં આવશે. બેન્કમાં જમા કરવામાં આવતી નોટો ફરી ખાતેદારને આપવામાં આવશે નહીં. પરંતુ આ સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે માર્કેટમાં હાલ માં રહેલી નોટો માન્ય ગણાવવાનું ચાલુ રહેશે. વાંચકોએ એ સમજવું જરૂરી છે કે આ જાહેરાતને નોટબંધી ગણી શકાય નહીં. ભવ્ય પોપટ એડિટર ટેક્સ ટુડે