જી.એસ.ટી. હેઠળ ધાતુ (મેટલ) સ્ક્રેપ ઉપર 10 ઓક્ટોબર 24થી RCM થશે લાગુ
તા. 09.10.2024: જી.એસ.ટી. કાઉન્સીલની 54 મી બેઠકમાં કરવામાં આવેલ ભલામણ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ધાતુના ભંગાર (મેટલ સ્ક્રેપ) ઉપર રિવર્સ ચાર્જ લાગુ કરવા અંગે 10 ઓક્ટોબર 24 થી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ રિવર્સ ચાર્જ 10 ઓક્ટોબર 24 થી લાગુ થઈ જશે. આમ, મેટલ સ્ક્રેપ સાથે જોડાયેલા ધંધાર્થી દ્વારા જ્યારે તેઓ ખરીદી બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી કરે ત્યારે જે તે દરે RCM ભરવાનો રહેશે. સામાન્ય રીતે મેટલ સ્ક્રેપ પર 18% જી.એસ.ટી. છે. હવે જ્યારે મેટલ સ્ક્રેપનો વેપારી જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી ખરીદી કરશે ત્યારે RCM ભરવા પાત્ર બનશે. આ RCM ની સામાન્ય સંજોગોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ ખરીદનારને મળી જશે. આમ, RCM લાગુ થવાથી સામાન્ય રીતે ખાસ કોઈ નાણાકીય બોજ કરદાતા ઉપર લાગુ થશે નહીં પરંતુ આ કારણે મેટલ સ્ક્રેપમાં ચાલી રહેલા ટેક્સ ચોરી કૌભાંડ ઉપર રોક લાગશે તેવું મનાઈ રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે