એક્સપોર્ટરને ક્યાં સંજોગોમાં ઓછા દરે જી.એસ.ટી. વેચાણ કરી શકો છો???

Spread the love
Reading Time: 2 minutes

By Prashant Makwana

0.1% ના દરે નિકાસકાર (EXPORTER) ને  માલ  વહેચવા ના નિયમ ની સરળ સમજૂતી

GST અંતર્ગત જયારે માલ ને નિકાસ (EXPORT) કરવા નો હોય તો તેમાં ટેક્ષ ભર્યા વગર માલ ને નિકાસ (EXPORT) કરી શકાય છે, પરંતુ નિકાસકાર (EXPORTER) જે માલ ની ખરીદી કરી હોય તેમાં નિકાસકારે (EXPORTER) GST ટેક્ષ ભરવો પડે છે. આ જે ટેક્ષ નિકાસકાર (EXPORTER) ભર્યો હોય તેનું નિકાસકાર (EXPORTER) રિફંડ ક્લેમ કરવાનું હોય છે આ પદ્ધતિ માં નિકાસકાર (EXPORTER) ની વર્કિંગ કેપિટલ ને અસર થાય છે તેથી GST માં નિકાસકાર (EXPORTER) ને અમુક શરતો નું પાલન કરી ને 0.1% ના  નોમિનલ દરે ખરીદી કરવાનો વિકલ્પ મળે છે.

જયારે 0.1% ના  નોમિનલ દરે નિકાસકાર (EXPORTER) માલ ની ખરીદી કરે ત્યારે નિકાસકાર (EXPORTER) ક્યાં નિયમો પાલન કરવા ના અને જે GST માં નોંધાયેલ વ્યક્તિ નિકાસકાર (EXPORTER) ને માલ વહેચે છે તેને ક્યાં નિયમો પાલન કરવા નું તે વિગતવાર સમજીએ.

નિકાસકારે (EXPORTER) નીચે મુજબ ના નિયમો પાલન કરવાના.

  • જયારે EXPORTER 0.1% ના દરે GST માં નોંધાયેલ વ્યક્તિ પાસેથી ખરીદી કરે છે. ત્યારે પહેલા નિકાસકારે (EXPORTER) PURCHASE ORDER આપવો પડે છે જેમાં 0.1% ના દરે માલ ખરીદશે એવું લખેલુ હોવું જોઈ. 
  • GST માં નોંધાયેલ વ્યક્તિ દ્વારા નિકાસકાર (EXPORTER) ને જે ટેક્ષ ઈન્વોઈસ ઇસ્યુ કર્યું છે, તે તારીખ થી 90 દિવસ માં નિકાસકારે (EXPORTER) માલનો નિકાસ (EXPORT) કરવો ફરજિયાત છે.
  • નિકાસકાર (EXPORTER) જયારે માલ ને EXPORT કરે ત્યારે જે GST માં નોંધાયેલ વ્યક્તિ પાસેથી 0.1% ના દરે ખરીદી કરી છે તે વ્યક્તિ નો GST નંબર અને ટેક્ષ ઈન્વોઈસ નંબર SHIPING BILL અથવા BILL OF EXPORT માં લખવો ફરજિયાત છે.
  • જયારે નિકાસકાર (EXPORTER) 1% ના દરે ખરીદેલો માલ EXPORT કરે ત્યારે નિકાસકારે (EXPORTER)  માલ EXPORT કર્યો છે તેના પ્રૂફ તરીકે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જેની પાસેથી માલ ની ખરીદી કરી છે તેને અને જેની પાસેથી માલ ની ખરીદી કરી છે તેના જ્યુંરીડીક્સનલ ટેક્ષ ઓફિસરને સબમિટ કરવા ફરજિયાત છે.
  • SHIPING BILL અથવા BILL OF EXPORT જેમાં જેની પાસેથી EXPORTER 0.1% ના દરે માલની ખરીદી કરી છે તેનો GST નંબર  અને TAX INVOICE નંબર લખેલો હોય.
  • EGM ( EXPORT GENERAL MANIFEST ) અથવા EXPORT REPORT
  • COPY OF PURCHASE ORDER

જે GST માં નોંધાયેલ વ્યક્તિ નિકાસકાર (EXPORTER) ને માલ વહેચે છે તેને નીચે મુજબ ના નિયમો પાલન કરવાના.

  • જે GST માં નોંધાયેલ વ્યક્તિ એ નિકાસકાર (EXPORTER) પાસેથી PURCHASE ORDER ની કોપી લેવાની જેમાં લખેલું હોય કે જેમાં 0.1% ના દરે માલ ખરીદશે એવું લખેલુ હોવું જોઈ.
  • GST માં નોંધાયેલ વ્યક્તિ ટેક્ષ ઈન્વોઈસ ઇસ્યુ કરી ને EXPORTER ને માલ વહેચશે.
  • GST માં નોંધાયેલ વ્યક્તિ નિકાસકાર (EXPORTER) ને  1% ના દરે માલ  વહેચે ત્યારે નિકાસકારે (EXPORTER) ખરે ખર તે માલ ને નિકાસ કર્યો છે તેના પ્રૂફ તરીકે નિકાસકાર (EXPORTER) પાસેથી નીચે મુજબ ના ડોક્યુમેન્ટ મેળવી લેવા ફરજિયાત છે.
  • SHIPING BILL અથવા BILL OF EXPORT મેળવી લેવું જરૂરી છે. SHIPING BILL અથવા BILL OF EXPORT માં GST માં નોંધાયેલ વ્યક્તિ નો GST નંબર અને ટેક્ષ ઈન્વોઈસ નંબર લખેલો છે તેની ખરાઈ કરી લેવી જરૂરી છે.
  • EGM ( EXPORT GENERAL MANIFEST ) અથવા EXPORT REPORT

જી.એસ.ટી. હેઠળ એક્સપોર્ટરને વેચાણ કરવામાં આવે ત્યારે ઉપરોક્ત નિયમોનું પાલન કરવામાં આવે તે ખાસ જરૂરી છે. અન્યથા આકારણી સમયે રાહત દરે વેચાણ કરી રાહત દરે વેરો ઉઘરવેલ હોય તો પણ વેચનાર ઉપર સામાન્ય દરે વેરો ભરવાની જવાબદારી આવી શકે છે.

 

error: Content is protected !!