ભાવનગર ખાતે ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. અંગે યોજાયો સેમિનાર

તા. 28.07.2025: ઓલ ગુજરાત ફેડરેશન, ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ટેક્સ એડવોકેટ એસો. ગુજરાત, ભાવનગર ઇન્કમ ટેક્સ બાર એસો. ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો. ના સયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે રાજ્ય લેવલના મોફૂસિલ સેમિનારનું આયોજન ભાવનગર ખાતે 26 જુલાઇ 2025 ના રોજ થયેલ હતું. ડીકોડિંગ ટુમોરોઝ ટેકસીસ ના નામ હેઠળ ઇન્કમ ટેક્સ બિલ અંગેની ગહન માહિતી અમદાવાદના જાણીતા CA મેહુલભાઈ ઠક્કર દ્વારા આપોવામાં આવેલ હતી. જી.એસ.ટી. હેઠળ શો કોઝ નોટિસ એન્ડ એડ્જ્યુડીકેશનના વિષય ઉપર ઉપયોગી માહિતી CA પુનિતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ હતી. આ સાથે જ ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા પ્રકાશિત થતાં ટેક્સ અંગેના મેગેઝીન ટેક્સ ગુર્જરીના બીજા વોલ્યુમ પણ આ સેમિનારમાં ખુલ્લુ મૂકી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાવનગર તથા બહારગામના ટેક્સ પ્રોફેશનલ્સએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાવનગર ઇન્કમ ટેક્સ બાર એસો. ના પ્રમુખ ભરતભાઇ દવે દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. સમગ્ર સેમિનારનું સંચાલન રમેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારને સફળ બનાવવા તમામ એસો. ના હોદેદારો અને આગેવાનોએ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સેમિનારને ભાવનગરના સિનિયર એડવોકેટ ભરતભાઇ શેઠ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે