જુનાગઢ ખાતે જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ ના વિષયો ઉપર થયું સેમીનારનું આયોજન

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન તથા ટેક્સેશન એડવાઈઝર્સ એસોસિએશન જુનાગઢના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન
તા. ૦૭.૦૯.૨૦૨૫: જુનાગઢ ખાતે ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બારે એસોસીએશનના જ્ઞાનોદય પાઠશાળા કાર્યેક્રમ હેઠળ ટેક્સેશન એડવાઈઝર્સ એસોસિએશન જુનાગઢના સંયુક્ત ઉપક્રમે જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સના વિષયો ઉપર એક દિવસીય સેમીનારનું આયોજન અમોરે હોટેલ એન્ક બેનકવેટ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમીનારના મુખ્આય મહેમાન તરીકે જુનાગઢ સેન્ટ્રલ જી.એસ.ટી. ના અસી. કમિશ્નર શૈલેશભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સના નેશનલ પ્રેસીડન્ટ સમીરભાઈ જાની આ સેમીનારમાં વીશેષ અતિથી તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટેક્સેશન એડવાઈઝર્સ એસોસિએશન જુનાગઢના પ્રમુખ એચ આર પટેલ પણ આ તકે ખાસ હાજર રહ્યા હતા. સેમીનારમાં વક્તા તરીકે અમદાવાદના CA પથિકભાઈ શાહ દ્વારા જી.એસ.ટી. રીટર્નસ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જામનગરના CA ભરતભાઈ ઓઝા દ્વારા ઇન્કમ ટેક્સ રીટર્ન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જી.એસ.ટી. હેઠળ પેનલ્ટીના નિયમો ઉપર અમદાવાદના એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લા શેશનમાં ઇન્કમ ટેક્સના વિવિધ પ્રશ્નો ઉપર અમદાવાદના CA હર્ષભાઈ જાની દ્વારા અને જી.એસ.ટી. ના વિવિધ પ્રશ્નો ઉપર પોરબંદરના CA દિવ્યેશભાઈ સોઢા દ્વારા “બ્રેઈન ટ્રસ્ટ” હેઠળ પોતાના મંતવ્યો આપવામાં આવ્યા હતા. સેમીનારમાં અમદાવાદથી ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ કરકર, સેક્રેટરી પંકજભાઈ શાહ, વાઈસ પ્રેસીડન્ટ લલીતભાઈ ગણાત્રા, પૂર્વ પ્રમુખ દેવકરણભાઈ વઘાસીયા ઉપરાંત કમિટી મેમ્બર્સ ખાસ હાજર રહ્યા હતા. જ્ઞાનોદય પાઠશાળા કન્વેનર નીતિનભાઈ ઠક્કર તથા ભવ્ય પોપટ દ્વારા આ સેમીનારનું કોર્ડીનેશન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સ ચેરમેન તરીકે જુનાગઢના હેમાંગભાઈ શાહ તથા જયેન્દ્રભાઈ તન્ના દ્વારા આ આયોજન સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ટેક્સેશન એડવાઈઝર્સ એસોસિએશન જુનાગઢના સેક્રેટરી રજનીકાંતભાઈ કાલરીયા, રાજેન્દ્રભાઈ ઉદાણી, પ્રતિકભાઈ મિશ્રાણી, દર્શનભાઈ તન્ના, મનોજભાઈ દુધાત્રા દ્વારા આ આયોજનમાં વીશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. સેમીનારમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે જીગ્નેશભાઈ વ્યાસએ સેવા આપી હતી. આ સેમીનારમાં જુનાગઢ, અમદાવાદ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર, વેરાવળ, જેતપુર, જામનગર, રાજકોટ, ઉના, દીવ થી મળી ૧૧૦ થી વધુ ડેલીગેટ્સ સહભાગી બન્યા હતા. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે