ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટ વેસ્ટ ઝોન તથા ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા સેમિનાર યોજાયો
તા. 11.03.2024: Hotel ALIVE જોડનાપુરા (ડીસા -પાલનપુર હાઇવે) ખાતે ધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સ ના સંયુક્ત ઉપક્રમે જી.એસ.ટી. તથા ઇન્કમટેક્સ વિષે સેમિનારનું આયોજન શાંતિલાલ સી ઠકકર એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર (ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. જેમાં અરવિંદભાઈ ગેલોત જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ (બનાસકાંઠા રેન્જ) પણ હાજર રહ્યા. સેમિનારના મુખ્ય વક્તા C.A. અભયભાઇ દેસાઈ (વડોદરા )દ્વારા મુદ્દાસર વિવિધ ઉદાહરણો સહિત ઇન્કમટેક્ષની Section 43 B (H) તથા G.S.T.માં I.T.C. CANCELATION, તેમજ SCN ના ઉપર માહિતી આપી, ત્યારબાદ પ્રશ્નોત્તરી પણ કરવામાં કરવામાં આવી. ધી બનાસકાંઠા ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના પ્રમુખ પ્રધાનજી એસ. પરમાર અને માનદ મંત્રી સચિનભાઇ ટી. ઠકકર તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારોના સહયોગથી સેમિનાર સફળ રહ્યો. કાર્યક્રમના અંતે માનદ મંત્રી સચિનભાઇ ટી. ઠકકર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ, નોર્થ ગુજરાત