રાજકોટ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર સેમિનારનું આયોજન
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટી તથા રાજકોટ જી.એસ.ટી. બાર એસો. ના સંયુક્ત ઉપક્રમે ફોનિક્ષ રિસોર્ટ ખાતે 09 માર્ચ 2024 ના રોજ થયું આયોજન
તા. 11.03.2024: 09 માર્ચ 2024 ના રોજ રાજકોટના ફોનિક્ષ રિસોર્ટ ખાતે ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ના વિષયો ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટી તથા રાજકોટ જી.એસ.ટી. બાર એસો. ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ સેમિનારમાં ગુજરાતના જાણીતા એડવોકેટસ અવિનાશભાઈ પોદ્દાર, મેહુલભાઈ પટેલ, મનીષભાઈ શાહ તથા અપૂર્વભાઈ મહેતા દ્વારા ટેક્સના વિવિધ વિષયો ઉપર વકતાવ્યો આપવામાં આવ્યા હતા. આ સેમિનારમાં સમગ્ર રાજ્યમાંથી ડેલિગેટ્સએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ (AIFTP) ના ડે. પ્રેસિડંટ સમીરભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ રણજીત લાલચંદાની, રાજકોટ જી.એસ.ટી. બાર એસો. ના પ્રમુખ મનીષભાઈ સોજીત્રા, કોન્ફરન્સ ચેરમેન જતિનભાઈ ભટ્ટ સહિત એસોસીએશનના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે