સેન્ટ્રલ ઝોન બરોડા ખાતે ટેક્ષેશન સેમિનાર યોજાયો
Reading Time: 2 minutes
તા. 01.12.2024: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને બરોડા ટેક્સ બાર એસોસિએશન, બરોડા ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે સેમિનાર યોજાયો. તા 30-11-2024 શનિવાર ના રોજ વાણિજ્ય ભવન, વડોદરા મુકામે એજીએફટીસી પ્રમુખ સીએ ર્ડો વિશ્વેશ શાહ, આઈપીપી રવી શાહ, બીટીએ પ્રમુખ અજીતભાઈ તિવારી , સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ ઠક્કર, મોફીસીયલ પ્રોગ્રામ ચેરમેન પ્રફુલભાઇ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ શાહ એજીએફટીસી મંત્રી મૃદાંગ વકીલ, બીટીએ મંત્રી મુકેશભાઈ શર્મા, ,વક્તાશ્રી સીએ કમલેશભાઈ પરીખ, અને એડવોકેટ અભય દેસાઈ ના વરદ હસ્તે સેમિનાર ઉદઘાટિત કરેલ..
ઇન્કમટેક્સ વિષય પર વક્તા શ્રી સીએ કમલેશભાઈ પરીખ અને જીએસટી વિષય પર એડવોકેટ શ્રી અભય દેસાઈ એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત ટેક્ષ વ્યવસાયિઓને મંત્ર મૃગ્ધ કરી દીધેલ.
આ પ્રસંગે એઆઇએફટીપી વેસ્ટ ઝોન પ્રમુખ શશાંક મીઠાઈ વાલા, એજીએફટીસીના મોફીસીયલ પ્રોગ્રામ ચેરમેન પ્રફુલભાઇ શાહ, ધ્રુવેન શાહ,અમિત સોની મૌલિન શાહ, શ્રીધર શાહ, સુનિલભાઈ શાહ, જીએસટીબીએ પ્રમુખ શૈલેષભાઇ મકવાણા, પ્રિતેશ ગાંધી, નરેન્દ્ર કરકર,બીટીએ સહ મંત્રી મનોજભાઈ પંચાલ, સેન્ટ્રલ ઝોન ના બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો વડોદરા,અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે