પાલનપુર ખાતે જ્ઞાનોદય પાઠશાળા કાર્યેક્રમનું થયું આયોજન:

oplus_2097152
તા. ૨૫.૦૯.૨૦૨૫: પાલનપુરની હોટેલ એલાઈવ ખાતે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન અને બનાસકાંઠા ડીસ્ટ્રીકટ ટેક્સ બાર એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનોદય પાઠશાળા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં જી.એસ.ટી. ૨.૦ ના વિષય ઉપર અમદાવાદના જાણીતા CA પુનીતભાઈ પ્રજાપતિ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જી.એસ.ટી. ૯ તથા 9C ના વિષય ઉપર વડોદરા ના CA ધ્રુવાંક પરીખ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આરટીફીશીયલ ઈન્ટેલીજન્સના વિષય ઉપર CA તપસ રૂપારેલીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનારના કોન્ફરન્સ ચેરમેન તથા માસ્ટર ઓફ સેરેમની તરીકે શાંતિભાઈ ઠક્કર તથા સુભાષભાઈ શાહ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સેમીનારમાં ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ કરકર, ઉપ પ્રમુખ રાજીવભાઈ શાહ, સેક્રેટરી પંકજભાઈ શાહ, ભૂતપૂર્વ પ્રમુખ અમૃતલાલ પ્રજાપતિ, કારોબારી સભ્ય રાહુલભાઈ ભાવસાર, એસોસિએટ મેમ્બેર કૌશિકભાઈ છાબડા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ગુજરાત સ્ટેટ ટેક્સ બારની એજ્યુકેશન કમિટીના કન્વેનર નીતિનભાઈ ઠક્કર તથા ભવ્ય પોપટ દ્વારા આ સેમીનારના આયોજનનું સંકલન કરવામાં આવ્યું હતું. સેમીનારમાં નોર્થ ગુજરાતમાંથી અંદાજે ૧૦૦ થી વધુ ટેક્સ પ્રોફેશનલ્સએ હાજરી આપી હતી. આ સેમીનાર સફળ બનાવવા બનાસકાંઠા જીલ્લા બાર એસોસીએશનના આગેવાનો તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રીપોર્ટ, ટેક્સ ટુડે