વડોદરા ખાતે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની વિવાદ સે વિશ્વાસ સ્કીમ-2024 ઉપર 21 ડિસેમ્બર ના રોજ યોજાશે સેમિનાર
“સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ્સ તથા આવકવેરા વિભાગ, વડોદરા રેન્જ – ૧ ના સંયુક્ત ઉપક્રમે થશે આ આયોજન
“સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ્સ તથા આવકવેરા વિભાગ, વડોદરા રેન્જ – ૧ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૧૨/૨૦૨૪ ને શનિવાર ના રોજ સવારે ૧૧.૦૦ વાગે વિવાદ સે વિશ્વાસ સ્કીમ – ૨૦૨૪ ઉપર સેમિનારનું આયોજન કરેલ છે. સદર સેમિનાર નો ઉદ્દેશ સંસ્થા ના સભ્યો તથા તેઓના અસીલો(કરદાતા) ના વર્ષો થી ચાલતા વિવાદિત કેસો નો સમાધાન સ્કીમ હેઠળ નિવારણ કરવા માહિતી આપવાનો છે. જે કાર્યક્રમ સંબોધિત કરશે મુખ્ય અતિથિ શ્રીમતી ભાવના સી. યશરોય, પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ આવકવેરા વિભાગ, વડોદરા તથા તેના વિષે વિસ્તૃત માર્ગદર્શન આપશે શ્રી નવીન કુમાર સિન્હા કે જેઓ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ તથા તેઓને સહયોગ આપશે શ્રી અજય કુમાર પાંડે અને શ્રી અંજેશ કુમાર આવકવેરા અધિકારી વડોદરા આ સેમિનાર વર્ષો થી ચાલતા કેસોનો નોકલ લાવવા માટે મહત્વની છે. આ સેમોનાર 21 ડિસેમ્બર 2024 ના રોજ આયકર સભાગૃહ ખાતે સવારે 11 વાગ્યાથી શરૂ થશે.” આ સેમિનારમાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવું ભાવિનભાઈ પટેલ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.