SGST ખાતા નો દુકાને દુકાને સર્વે પાર્ટ 2 આજથી ફરી શરૂ
ઉના, તા 26.12.2018: એક અઠવાડિયા અગાઉ શરૂ થયેલ વેપારીઓ ના સ્થળ ઉપર ના સર્વે નો બીજો દોર આજે ફરી શરૂ થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ સર્વે આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સર્વે દરેક ડીલર ને ત્યાં નથી પરંતુ ચોક્કસ પ્રકારની માહિતી ઉપર થી બનાવેલ વેપારીઓ ની યાદી માંના વેપારીઓ ને ત્યાંજ કરવામાં આવે છે. શનિવાર તથા ક્રિસમસ ની રજા માં આ સર્વે બંધ રાખવામાં આવ્યો હતો. વેપારીઓ એ આ સર્વે થી ગભરાઈ જવાની જરૂર નથી. પણ હા પોતાની દુકાન ઉપર ના બોર્ડ માં ધંધા ના નામ ઉપરાંત માલિક નું નામ તથા TIN અને કંપોઝીશન હેઠળ ના વેપારીઓ એ પોતાના ધંધા ના સ્થળ ના બિલ કાઉન્ટર પાછળ “Composition Taxable Person Not Eligible To Collect Tax”લખાવવું જરૂરી છે. નીચે મુજબ ના વેપારીઓ ને મુખ્યત્વે આ સર્વે માં લેવામાં આવ્યા ના અહેવાલ છે.
- GSTR 3B ના રિટર્ન બાકી હોઈ અને ઈ વે બિલ સતત બનાવતાં વેપારી.
- ઇ વે બિલ જનરેટ કર્યા હોય પણ રીટર્ન નીલ ભર્યા હોઈ તેવા વેપારી
આ બાબતે ટેક્સ ટુડે ખાસ વેપારીઓ ને પોતાની જવાબદારી સમજી GST ની પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી જો અધિકારી સર્વે માં આવે તો ગભરાયા વગર તેમને સહયોગ આપવા અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે