ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાતની જી.એસ.ટી. સ્ટડી સર્મિકલ મિટિંગ યોજાઈ

Reading Time: < 1 minute
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ઘ્વારા સ્ટડી મિટિંગ એએમએ, અમદાવાદ ખાતે ૫૬મી જીએસટી કાઉન્સિલ મિટિંગ માં વેરા ના દર અને અન્ય ફેરફાર વિષયે સીએ પુનિત પ્રજાપતિ એ વિસ્તૃત સમજ આપી ને સૌ ટેક્ષ એડવોકેટો ના જ્ઞાન માં વધારો કરેલ. સ્ટડી મિટિંગ કન્વીનર વારીશ ઈશાની અને પ્રમુખશ્રી અનિલભાઈ ટીમ્બડીયા એ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ.
આ પ્રસંગે કન્વીનર વારીશ ઈશાની, મંત્રી દીપ પરીખ, ટ્રેઝરર અમિત સોની, ભૂ. પૂ. પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યો અને સ્ટડી સર્કલ મિટિંગ ના સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ.