જિ.એસ.ટી. માં ગુડ ફેઈથ હેઠળ નાં જિ.એસ.ટી. અધિકારીઓ ને મળતાં બચાવ ને કોઈ પણ સંજોગોમાં નકારી શકાય નહીં ! ~ નામદાર સુપ્રીમ કોર્ટ*

Spread the love
Reading Time: 4 minutes
~ Adv. Bhargav Ganatra
*‌‌શું છે ગુડ ફેઈથ ક્લોઝ હેઠળ નો બચાવ?*
✓ જિ.એસ.ટી. કાયદાની કલમ ૧૫૭ (૨) અનુસાર જો જિ.એસ.ટી. કાયદા અનુસાર નિયુક્ત કે અધિકૃત કોઈ પણ અધિકારી એ કોઈ ગુડ ફેઈથ હેઠળ એટલે કે બોનાફાઈડ ઈરાદાથી કોઈ કાયૅ કરેલું હોય તો તે કાયૅ બદલ તે અધિકારી વિરુદ્ધ કોઈ પણ જાતના દાવાઓ, કાયૅવાહી કે અન્ય કાયદાકીય કાયૅવાહી સામે જિ.એસ.ટી. કાયદા હેઠળનું વિશેષ રક્ષણ આપવામાં આવ્યું છે.
✓ ઉદાહરણ તરીકે…જિ.એસ.ટી. આકરણી કરનાર અધિકારી ને આકારણીની નોટીસ બજાવવા માટ્ટે (બદલ) તેમની વિરૂદ્ધ કોઈ કાયદાકીય કાયૅવાહી કરી શકાય નહીં.
*શું છે ગુડ ફેઈથ કલોઝ હેઠળ મળતાં બચાવ નો વિવાદ?*
✓ અલબત જોઈએ તો, ગુડ ફેઈથ ક્લોઝ હેઠળ મળતાં બચાવની ચચૉ એ જિ.એસ.ટી. ની કલમ ૬૭(૨) હેઠળ કરવામાં આવેલી એક સચૅ ની કાયૅવાહી થી થઈ હતી.
✓ આ માટેની , નામદાર ગુજરાત હાઇકોર્ટમા ચાલેલી પરેશ નાથાલાલ ચૌહાણ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અંગે ની ટુંકી માહિતી નીચે મુજબ જાણી શકાય છે…
✓ અહીં, જિ.એસ.ટી. વિભાગ દ્વારા અરજદાર ના ધર પર અંદાજે આઠ દિવસ સુધી સચૅ ની કાયૅવાહી કરવામાં આવેલી હતી.
✓ જિ.એસ.ટી. ના કલમ ૬૭ (૨) હેઠળ મળતાં અધિકારો મુજબ સચૅ એ જરૂરી હોય તેવા માલ-સામાન , બુક્સ ઓફ ઓફ એકાઉન્ટસ કે કાયૅવાહી માટે જરુરી હોય તેવી અન્ય કોઈ વસ્તુ માટે જપ્તી નો અધિકાર પુરો પાડે છે.
✓ જો કે, આ એટલે કે પરેશ નાથાલાલ ચૌહાણ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત હેઠળની કાયૅવાહી ની અંદર સચૅ હેઠળ ની કાયદાકીય કાયૅવાહી ને સચૅ ફોર ધ ટેકસેબલ પસૅન એટલે કે કરદાતા માટે ની સચૅ અને પુછપરછ નું રુપ આપવામાં આવ્યું હતું.
✓ આ સચૅ દરમિયાન કરદાતા ના પરિવારજનો ને પોતાના ધરમાં જ આઠ દિવસ સુધી અધિકારીઓ ની નજરમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં.
✓વધુમા, નામદાર કોટૅ એ નોંધ્યું કે કલમ ૬૭(૨) હેઠળ અધિકૃત અધિકારીઓ એ કરદાતા ની તપાસ માટે બળજબરી કરીને કરદાતા ના પરિવારજનો ના નિવેદન લ ઈ શકે નહીં.
✓ તદુપરાંત, વધુમાં, નામદાર કોટૅ એ નોંધ્યું કે કલમ ૭૦ હેઠળ જિ.એસ.ટી. માં સમન ની કાયૅવાહી ની સતા રહેલી છે.
✓આમ છતાં, કલમ ૭૦ નો ઉપયોગ કયૉ વગર કાયદા મુજબ ની માલ-સામાન , બુક્સ ઓફ એકાઉન્ટસ કે અન્ય કોઈ વસ્તુ ની જપ્તી ની કાયૅવાહી એક જ દિવસમાં પુણૅ થયા પછી પણ આઠ-આઠ દિવસ સુધી આ પુછપરછ ની કાયૅવાહી કરવામાં આવી છે તે ભારતીય બંધારણ ના અનુચ્છેદ ૨૧ નું ઉલંઘન કહી શકાય.
✓આથી, આ અંગેની પોતાની નારાજગી વ્યકત કરતાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એ પોતાના વચગાળાના આદેશના પેરા-૨૮ માં નોંધ કરી હતી કે આ પ્રકાર ના વિવાદ માં જ્યાં અધિકારીઓ એ પોતાને મળેલાં સચૅ ના અધિકારો ને સચૅ ઓફ ધ ટેકસેબલ પસૅન અને ઈન્વેસ્ટીગેશન માં પરિવર્તિત કરી નાખ્યું હોય તો તેવા કિસ્સાઓમાં કલમ ૧૫૭(૨) હેઠળ નું રક્ષણ કે બચાવ પણ ના મળી શકે.
✓ જો કે, આ અંગે અરજદાર એ પોતાની નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અરજી માં જિ.એસ.ટી. ના કલમ ૧૩૨ હેઠળ ની ધરપકડ સામે રક્ષણ માગેલું હતું અને આ વિવાદ ની આગળ ની કાયૅવાહી એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હજું બાકી હોવાથી અન્ય મુદ્દાઓ પર ચચૉ કરી શકાય નહીં.
*શું છે નામદાર સુપ્રીમ કોટૅ નો સુપ્રિમ નિણૅય?*
✓ નામદાર ગુજરાત હાઇકોર્ટના પરેશ નાથાલાલ ચૌહાણ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત ના વચગાળાના આદેશ વિરુદ્ધ નામદાર સુપ્રીમ કોટૅમા અરજી કરવામાં આવી હતી.
✓ આ અંગે એટલે કે સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ પરેશ નાથાલાલ ચૌહાણ ના ચુકાદા અંગે ની ટુંકી માહિતી નીચે મુજબ જાણી શકાય છે….
✓ અહીં, નામદાર સુપ્રીમ કોટૅ એ નોંધ્યું હતું કે તેઓ અહીં માત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ એ પોતાના વચગાળાના ચુકાદામાં ગુડ ફેઈથ માટે નોંધેલા પેરા-૨૮ સાથે નિસ્બત ધરાવે છે.
✓ વધુમાં, આ અંગે નોંધ કરે છે કે આ વિવાદ ની કાયૅવાહી હજું નામદાર ગુજરાત હાઇકોર્ટ માં ચાલી રહી હોવાથી તે વિવાદ ના અન્ય મુદ્દાઓ સાથે નિસ્બતતા ધરાવી શકાય નહીં.
✓વધુમાં, આ અંગે નોંધ કરે છે કે પ્રતિવાદી એટલે કે પરેશ નાથાલાલ ચૌહાણ પણ અધિકારીઓની વિરુદ્ધ કાયૅવાહી કરવામાં ઈચ્છુક ન હોવાથી અધિકારી વિરુદ્ધ કાયૅવાહી કરવાના મુદાને પણ અવગણે છે.
✓ આમ, નામદાર સુપ્રીમ કોટૅ એ ગુજરાત હાઈકોર્ટ એ પોતાના વચગાળાના આદેશ માં નોંધ કરાયેલા પેરા-૨૮ના અવલોકન ને લઈને ચુકાદો આપતાં  જણાવે છે કે
✓ જો પેરા-૨૮ ના અવલોકન ને જોઈએ તો એવું બની શકે કે જિ.એસ.ટી. હેઠળ અધિકારી ઓ દ્વારા કરવામાં આવતાં ન્યાયિક નિણૅયો ની સ્વતંત્રતા પર તરાપ પણ લાગી શકે.
✓ તદુપરાંત, આ અંગે નોંધ્યું કે દેશના દરેક નાગરિક પાસે રાઈટ ઓફ એકાઉન્ટેબિલીટી રહેલી છે અને આ માટે દેશના દરેક નાગરિકો એ કાયદા મારફત પોતાને મળતાં કાયદાકીય ઉપાયો નો સહારો લઈ શકે છે.
✓આથી, આ માટે કાયદા હેઠળ સતા ધરાવતાં અધિકારીઓ (અહીં જિ.એસ.ટી. અધિકારીઓ) પણ પોતાના કાયૅને ગુડ ફેઈથ હેઠળ મળતાં બચાવ તરીકે સ્ટેન્ડ લઈ શકે છે.
✓ આમ, અંતિમ નોંધ કરતાં નામદાર સુપ્રીમ કોટૅ એ કહ્યું કે આ જ કારણોસર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું કાયૅ એ ગુડ ફેઈથ કે બોનાફાઈડ હેઠળ હતું કે નહીં તે અંગેનો ન્યાયિક નિર્ણય એ કોટૅ એ કરવાનો થશે.
*એક્સ્ટ્રા શોટૅ:-*
✓ જનરલ કલોઝ એક્ટ ની કલમ ૩(૨૨) મુજબ જો  કોઈ કાયૅ કે પ્રામાણિકતાથી કરવામાં આવેલું હોય તો તે ગુડ ફેઈથ હેઠળ નું કાયૅ છે અને આ માટે ભલે પછી તે અંગે તેમાં બેદરકારીતા દાખવવામાં આવી હોય કે ના હોય તે અંગે કોઈ નિસ્બતતા રહેતી નથી.
✓આમ, કોઈ પણ કાયૅ એ ગુડ ફેઈથ હેઠળ છે કે નહીં તે અધિકારી દ્વારા કરવામાં આવતાં કાયૅના ઈરાદા પરથી જ નક્કી થઈ શકે અને જે માટેનો અંતિમ નિર્ણય એ નામદાર કોટૅ ના અંતિમ નિર્ણય ઉપર જ નિભૅર રહી શકે..!
(
error: Content is protected !!