ટેક્સ એડવોકેટ એસોસીએશન દ્વારા અમદાવાદ ખાતે એક દિવસીય ટેક્સ કોન્ફરન્સનું આયોજન
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ કારીયા રહ્યા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત
તા: 01.09.2024: ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરતાં વકીલોના રાજ્યના સૌથી મોટા એસોસીએશન ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે 31 ઓગસ્ટ 2024 ના રોજ એક દિવસીય ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ મનીષ જે. શાહ દ્વારા ઇન્કમ ટેક્સના વિષય “ફેસલેસ એસેસમેંટ” ઉપર ઉપયોગી વક્તવ્ય આપ્યું હતું. અમૃતસરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આંચલ કપૂર દ્વારા જી.એસ.ટી. નોટિસ તથા જી.એસ.ટી. અપીલ અંગે ઉપયોગી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કોફરન્સના છેલ્લા ટેકનિકલ શેશનમાં દિલ્હીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિમલ જૈન દ્વારા જી.એસ.ટી. માં બજેટ 2024માં થયેલ મહત્વના સુધારા બાબતે ઉપયોગી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી 500 થી વધુ ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સંસ્થાના 50 વર્ષ પૂર્ણ થતાં હોય સંસ્થાના વરિષ્ઠ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જયદીપ પટેલ, કોન્ફરન્સ ચેરમેન વારીશ ઈશાની તથા સમગ્ર ટેક્સ એડવોકેટ એસોસીએશનની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અમિત સોની સાથે ભવ્ય ડી. પોપટ, ટેક્સ ટુડે