સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)18th January 2021
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
18th January 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
1. અમારા અસીલ મોબાઈલ ખરીદી કરી તેને રિટેઇલ ધોરણે વેચાણ કરવાનો ધંધો કરે છે , તે જેમની પાસેથી ખરીદી કરે છે તેમણે અમુક ટાર્ગેટ સેટ કરેલ હોય તે પૂરા કરવા ઉપર DISCOUNT સ્વરૂપે અમુક રૂપિયાની ક્રેડિટ નોટ આપે છે. વધુ માં તેમને કંપની દ્વારા MNP પ્રાઇસ ઉપર વેચાણ કરવા માટે પણ સ્કીમ DISCOUNT ક્રેડિટ નોટ સ્વરૂપે આપવામાં આવે છે જેના ઉપર GST લગાડવામાં આવતો નથી . તો આવા કેશમાં GSTની જવાબદારી ઊભી થાય? જો થાય તો તે જવાબદારી કોની રહે, જો સામે વાળાએ GST લગાડેલ ના હોય તો શું આપણે તેટલી ક્રેડિટ રિવર્સ કરવાની રહે? CA કલ્પેશ પટેલ
જવાબ: અમારા મતે આ વ્યવહારમાં કોઈ વધારાની સેવા આપના અસીલ દ્વારા તેમની કંપનીને આપવામાં આવેલ નથી. આવા કિસ્સામાં જો તમારા અસીલ જેમની પાસેથી ખરીદી કરે છે એ કંપની જો ક્રેડિટ નોટમાં જી.એસ.ટી. લગાડે તો જ ક્રેડિટ રિવર્સકરવાની થાય. કોઈ વધારાની સેવા આપતા ન યકંપની.જી.સ.ટી. ન લગાડે તો તમારા અસીલની જી.એસ.ટી.ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
2. કપાસની ખરીદી ઉપર RCM ભરવાની જવાબદારી આવે. શું માર્કેટિંગ યાર્ડ દ્વારા લગાડવામાં આવતા માર્કેટ સેસને પણ ખરીદ કિમતમાં ગણી તેના ઉપર RCM ભરવાની જવાબદારી આવે? કિશોર શીરોયા, એડવોકેટ, અમરેલી
જવાબ: હા, સેસની રકમ પણ RCM ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
3. જી.એસ.ટી. કાયદા હેઠળ શું 2019-20 ના વર્ષમાં પણ શું 2 કરોડ ઉપરજ વાર્ષિક રિટર્ન અને 5 કરોડ ઉપરજ જી.એસ.ટી. ઓડિટની જવાબદારી આવે કે તમામ કરદાતાઓ એ જી.એસ.ટી.આર. 9 ભરવાનું રહે? કલ્પેશ મકવાણા, એકાઉન્ટન્ટ, દીવ
જવાબ: હા, 2019 20 ન નાણાકીય વર્ષ મતે પણ જી.એસ.ટી.આર. 9 ભરવું 2 કરોડન ટર્નઓવર સુધી મરજિયાત છે. 5 કરોડ સુધીન ટર્નઓવર સુધી જી.એસ.ટી. ઓડિટ પણ ફરજિયાત નથી.
4. અમારા અસીલના કંપોઝીશન હેઠળ ટેક્સ ભરે છે. શરતચૂકથી CMP 08 માં ખોટી રકમ દર્શવાઇ ગઈ હોવાથી તેને પોર્ટલ ઉપર કંપોઝીશનની મર્યાદાથી ટર્નઓવર વધી ગયા અંગે એલર્ટ આવે છે? આવા કિસ્સામાં શું કરી શકાય? એક એકાઉન્ટન્ટ, ઉના
જવાબ: CMP-04 રિવાઈઝ ભરવાનો કોઈ વિકલ્પ નથી. આ ફોર્મને પછીના ફોર્મમાં સુધારી શકાય છે. જો આ પણ શક્ય ન હોય તો આ ભૂલ અંગે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ગ્રીવન્સ નોંધાવી આપવી જોઈએ અને એક પત્ર આ અંગે જ્યુરિસદિક્શન ઓફિસમાં આપી દેવો જોઈએ તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરાના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવા વાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.