સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 02.12.2024

0
Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ દ્વારા જી.એસ.ટી. હેઠળ વર્ષ 2022 23 ની ક્રેડિટ નોટ હોય, તેની અસર GSTR 1 માં નાણાકીય વર્ષ 2023 24 માં દર્શાવેલ છે. હવે GSTR 9 ભરવામાં આ રકમને ટેબલ 4 (I) માં દર્શાવવાની રહે કે ટેબલ 5 (11) માં દર્શાવવાની રહે કે બન્નેમાં દર્શાવવાની રહે?                                                                                                                                                                                    નિમેશભાઈ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ જુનાગઢ

જવાબ: નાણાકીય વર્ષ 2022-23 ની ક્રેડિટ નોટની અસર નાણાકીય વર્ષ 2023-24માં દર્શાવેલ હોય, નાણાકીય વર્ષ 2023 24 ના GSTR 9 માં આ અંગે કોઈ અસર આપવાની રહે નહીં અને આ અંગેની અસર નાણાકીય વર્ષ 2022-23 ના વર્ષના GSTR 9 ના ટેબર 5(11) માં આપવાની રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવે છે. તેઓ દ્વારા કોમર્શિયલ મિલકત માટે ભાડું ચૂકવવામાં આવે છે. મકાન માલિક અનરજીસ્ટર્ડ વ્યક્તિ છે. શું અમારા અસીલ કંપોઝીશન માં હોય તો પણ RCM ભરવા જવાબદાર બને?                                            કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: હા, આપના અસીલ કંપોઝીશનમાં હોવા છતાં કોમર્શિયલ મિલ્કત ઉપર RCM ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માં એક ફ્લેટ ખરીદ કરવામાં આવ્યો હતો. એ જ વર્ષમાં આ ફેલ્ટના ફર્નિચર વગેરે માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ તેઓના ભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે નાણાકીય વર્ષ 2024 25 માં આ ફ્લેટનું વેચાણ થાય છે. અમારા અસીલના ભાઈ દ્વારા કરવામાં આવેલ આ ફ્લેટના ખર્ચની ઇન્કમ ટેક્સની ગણતરીમાં કેવી રીતે અસર બતાવવાની રહે ? કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: આપના અસીલ દ્વારા જે ફ્લેટ ખરીદવામાં આવ્યો છે અને આ ફ્લેટમાં જે ફર્નિચર વગેરે ખર્ચ કરવામાં આવ્યો છે તે કોસ્ટ ઓફ ઇમ્પૃવમેંટમાં સામાન્ય રીતે જ ગણાય અને આપના અસીલના ભાઈ દ્વારા કરવામાં આવેલ ચુકવણી બાબતે કોઈ અલગથી અસર કેપિટલ ગેઇનની ગણતરી માં બતાવવાની રહે નહીં તેવો અમારો માર છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!