સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 05.08.2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ ફલાય એશ બ્રિક્સના ઉત્પાદક છે. તેઓ નોટિફિકેશન 2/2022 નોટિફિકેશન હેઠળ CGST+SGST 3%+3% ભરે છે. અમારો પ્રશ્ન એ છે કે આ દરો પર વેરો ભરવામાં કંપોઝીશનની સેક્શન 10(2A) જેવી કોઈ ટર્નઓવરની મર્યાદા લાગુ પડે? મંથન સરવૈયા
જવાબ: ના, ફલાય એશ બ્રિક્સના ઉત્પાદકને કંપોઝીશન 10(2) જેવી કોઈ મર્યાદા લાગુ પડે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલને જી.એસ.ટી. હેઠળ GSTR 2A અને GSTR 3B માં માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં તફાવત અંગે નોટિસ આપવામાં આવેલ છે. મારો પ્રશ્ન એ છે કે આ તફાવતની રકમ અમો ભરવાં ઇચ્છતા હોય તો આજે ક્રેડિટ લેજર બેલેન્સ દ્વારા ભરી શકીએ કે કેશ લેજર દ્વારા જ ભરવું ફરજિયાત છે? પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: હા, GSTR 3B તથા GSTR 2A માં તફાવતની નોટિસની રકમ ક્રેડિટ લેજરમાંથી ભરી શકાય તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ શેર બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે. તેઓનું ટર્નઓવર 9 કરોડ જેવુ થાય છે. શું ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ તેઓએ ઓડિટ કરાવવાનું રહે? જગદીશભાઇ વ્યાસ, એડોવકેટ, ડીસા
જવાબ: હા, ફ્યુચર અને ઓપ્શન સેગમેન્ટમાં કરવામાં આવતું ટ્રેડિંગએ બિઝનેસ ઇન્કમ ગણાય અને 1 કરોડથી વધુ ટર્નઓવર હોય તો ઓડિટ કરાવવું ફરજિયાત બને. *હા, બેંકિંગ રિસીપ્ત હોય 1 કરોડ ઉપર હોય 10 કરોડ સુધી હોય તો ઓડિટ વગર પણ ભરી શકાય. સાથે સાથે એક મહત્વનો ખુલાસો જરૂરી છે કે ફ્યુચર એન્ડ ઓપ્શન (F & O) માં ટર્નઓવર ગણવામાં દરેક કોન્ટ્રાક્ટની વ્યક્તિગત M2M નો સરવાળો કરવાનો રહે તેવો અમારો મત છે.
*Updated
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.