સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 07.08.2025

Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- અમારા અસીલ “કાર રેન્ટ” નો બિઝનેસ કરે છે. તેઓ પોતાના જ ડ્રાઈવર દ્વારા કસ્ટમરના ભાડા કરે છે. તેઓએ જે કાર ખરીદી કરેલ છે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે? આ કાર કોમર્શિયલ પાસિંગ ધરાવે છે. કૌશલ પારેખ, દીવ
જવાબ: આપના અસીલ દ્વારા આપવામાં આવતી સેવા એ “રેન્ટ અ કેબ” ની સેવા ગણાય. આ સેવા હેઠળ કરદાતા દ્વારા પોતાના વેચાણ સંદર્ભે 5% કે 12% લેખે ટેક્સ ભરવાની પસંદગી કરવાની રહેતી હોય છે. 12% જી.એસ.ટી. ભરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે “પેસેંજર ટ્રાન્સપોર્ટ” ની સેવા પૂરી પાડતા હોય કારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ “કાર રેન્ટ” નો બિઝનેસ કરે છે. તેઓ પોતાના જ ડ્રાઈવર દ્વારા કસ્ટમરના ભાડા કરે છે. આ ભાડા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી 5% લેખે આવે કે 12% લેખે? ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે કે કેમ? કૌશલ પારેખ, દીવ
જવાબ: “રેન્ટ અ કેબ” સેવા ઉપર કરદાતા દ્વારા 5% કે 12% એમ બન્ને માંથી એક વિકલ્પ પસંદ કરી શકે છે. 5% જી.એસ.ટી. ભરવાનો નો વિકલ્પ સ્વીકારવામાં આવે ત્યારે કરદાતાને માત્ર કાર ભાડાને લગતી સીધી ખરીદી હોય તેની જ ઈન્પુટ ટેક્સ ટેક્સ ક્રેડિટ મળે. 12% નો જી.એસ.ટી. વિકલ્પ સ્વીકારવામાં આવે ત્યારે ધંધાને લગતી તમામ પ્રકારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ જે વાસણ ભાડે આપવાની સેવા પૂરી પાડે છે. તેઓ જી.એસ.ટી. નંબર લેવા માંગે છે. શું તેઓ કંપોઝીશનમાં જઇ શકે છે? અને જો હા, તો તેઓના ઉપર જી.એસ.ટી. કંપોઝીશનનો દર શું રહે?
જવાબ: હા, આપના અસીલ વાસણ ભાડે આપવાની સેવા પૂરી પાડતા હોય તેઓ કંપોઝીશનમાં જઇ શકે છે. તેઓના ઉપર જી.એસ.ટી. કાયદાની કલામ 10(2) હેઠળ સેવા અંગેના કંપોઝીશનનો દર એટ્લે કે ભાડાની આવક ઉપર 6% લેખે કંપોઝીશન ટેક્સ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલની સેલેરીની આવક છે. આ આવકમાં ટ્રાવેલિંગ એલાઉન્સ છે જે ફોર્મ નં 16 માં બાદ આપવામાં આવેલ છે. સાથે સાથે તેઓની કેપીટલ ગેંઇનની આવક પણ છે? અમો નવી રિજીમ મુજબ ટેક્સ ભરવા માંગીએ છીએ. હવે જ્યારે હું રિટર્ન ફાઇલ કરવા જાવ છું ત્યારે ટ્રાવેલિંગ એલાઉન્સ બાબતે એરર આવે છે. શું મને નવી સ્કીમમાં આ ટ્રાવેલિંગ એલાઉન્સ બાદ મળે કે ના મળે? નિમેશ પરિખ, જુનાગઢ
જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદા ની કલામ 115BAC હેઠળ નવા દરે ઇન્કમ ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારવામાં આવેલ હોય તો ટ્રાવેલિંગ એલઉન્સ બાદ મળે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલને નાણાકીય વર્ષ 2022-23 નો કેપિટલ ગેંઇનનો લોસ આગળ ખેંચવામાં આવેલ છે. હવે તેઓ નાણાકીય વર્ષ 2024-25 ના રિટર્ન નવી સ્કીમ મુજબ ભરે છે. શું અગાઉ આગળ ખેંચવામાં આવેલ નુકસાન નવી સ્કીમમાં બાદ મળે કે કેમ?
જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદા ની કલામ 115BAC હેઠળ નવા દરે ઇન્કમ ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારવામાં આવેલ હોય તો પણ પાછલા વર્ષની નુકસાની આ વર્ષે બાદ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલને નાણાકીય વર્ષ 2024-25 માં કેપિટલ ગેઇન હેઠળ નુકસાન થયેલ છે. તેઓ નવી સ્કીમ હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. શું આ કેપિટલ ગેંઇનનું નુકસાન તેઓને આગળ ખેંચવાનો હક્ક મળે કે ના મળે?
જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદા ની કલામ 115BAC હેઠળ નવા દરે ઇન્કમ ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારવામાં આવેલ હોય તો પણ નુકસાની આગળ ખેચવાનો હક્ક મળે તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.