સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 07.06.2025

Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ હોસ્પિટલ ચલાવે છે. તેઓ ભાડેથી હોસ્પિટલ બિલ્ડીંગ લીધેલ છે. શું અમારા અસીલ આ ભાડાની ચુકવણી ઉપર RCM ભરવાં જવાબદાર બને? સુંદરીયા કોલીપરા, પોન્નુર જવાબ: હા, આપના અસીલ કોમર્શિયલ મિલ્કત ભાડે લે છે એટ્લે ભાડાની ચુકવણી જો બિન નોંધાયેલ વ્યક્તિને કરવામાં આવતી હોય તો આપના અસીલ RCM ભરવાં જવાબદાર બને તેવો અમારો મત છે
- અમારા અસીલ હોસ્પિટલ-હેલ્થ કેર સેવા પૂરી પાડે છે. તેઓની સેવાઓ કરમુક્ત છે. શું તેઓએ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત બને? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: આપના અસીલ જો માત્ર હેલ્થ કેર સેવા પૂરી પાડતા હોય તો જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવાની જરૂર રહેતી નથી. પરંતુ સાથે તેઓ જો ભાડા પેટે કે અન્ય કોઈ કારણે RCM ભરવાં જવાબદાર બની જતાં હોય તો જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- અમારા અસિલે BU આવ્યા પહેલા એક ઘર બુક કરાવ્યુ છે. આ ઘરની દસ્તાવેજની રકમ 50 લાખ જેવી છે. હાલ, બુકિંગ સમયે જે 2 લાખની રકમ આપી તેના ઉપર 5% જી.એસ.ટી. ચૂકવવામાં આવેલ છે. હવે જ્યારે આગામી મહિનામાં બિલ્ડર BU મેળવી લેશે ત્યારબાદ ચૂકવવાની થતી રકમ ઉપર શું જી.એસ.ટી. લાગુ પાડે? પ્રવીણભાઈ ખરેચા , અમદાવાદ
જવાબ: હા, એક વાર BU આવેલ ના હોય ત્યારે ઘર માટે બુકિંગ કરાવેલ હોય તેવા સંજોગોમાં BU આવ્યા બાદ કરવામાં આવેલ ચુકવણી ઉપર પણ જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.
- અમારા અસીલ મે 2025 થી GSTR 1 માં HSN માટે B2B HSN અને B2C HSN બે અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. પરંતુ માફી માલ અને Non GST Sales માટે HSN નો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તો આવા વેચાણના HSN ક્યાં દર્શાવવાના રહે. જગદીશ વ્યાસ, ટેક્સ એડવોકેટ, ડીસા
જવાબ: આ વેચાણ HSN B2C માં બતાવવાના રહે તેવો અમારો મત છે.
- મે 2025 ના રિટર્નથી B2CL ના HSN B2B માં કે B2C માં એમ ક્યાં દર્શાવવાના રહે?
જગદીશ વ્યાસ, ટેક્સ એડવોકેટ, ડીસા
જવાબ: આ વેચાણની રકમ પણ B2C ના વિકલ્પમાંજ દર્શાવવાના રહે તેવો અમારો મત છે.
Income Tax
- અમારા અસીલ માલ વેચનાર છે. તેઓને વેચાણ બદલનો અવેજ 2 લાખ ઉપર રોકડમાં મળે છે. શું તેઓ આ રકમ રોકડમાં સ્વીકારી શકે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: ઇન્કમ ટેક્સની કલમ 269ST મુજબ કોઈ વેચનાર કોઈ પણ સંજોગોમાં વેચાણ અવેજની રકમ 2 લાખ કે તેથી વધુ રોકડમાં લઈ શકે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલનું નાણાકીય વર્ષ 2023 24 નું ઇન્કમ ટેક્સ રિટર્ન 01.07.2024 ના રોજ ફાઇલ કરેલ છે. હજુ આ રિટર્નનું સ્ટેટસ અંડર પ્રોસેસ બતાવે છે. આ રિટર્ન પ્રોસેસ કરવા અંગે અમોએ 15 જેટલી ગ્રીવન્સ કરેલ છે. જેમાં CPC દ્વારા આ રિટર્ન અમુક વેરિફિકેશન પછી પ્રોસેસ થશે તેવું જણાવેલ છે. આ રિટર્નમાં અમોએ 5 લાખ જેવુ રિફંડ ક્લેઇમ કરેલ છે. આ અંગે અમો શું કરી શકીએ? મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: તમે ફાઇલ કરેલ રિટર્ન બાબતે તમે ગ્રીવન્સ દ્વારા વારંવાર વિનંતી કરેલ છે. હવે તમે આ બાબતે જે તે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ રહે છે. આ રિટમાં કોર્ટ પાસે આ રિટનો ખર્ચ આપવા પણ દાદ માંગી શકાય છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.