સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 09.11.2024

0
Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ જે M/s ABC એક હોસપીટલ છે અને જી.એસ.ટી. હેઠળ વિવિધ સેવા અને માલના સપ્લાય માટે નોંધાયેલ છે. તેઓ પોતાને ત્યાં દાખલ થયેલ દર્દીને અન્ય હોસ્પિટલની સેવા લેવા તબદીલ કરે છે. તે અન્ય હોસ્પિટલ, અમારા અસીલ હોસ્પિટલના નામનું ટેક્સ ઇંવોઇસ આપે છે. આ વ્યવહારને અમારા અસીલ M/s ABC ના GSTR 3B ના વ્યવહારમાં કેવી રીતે દર્શાવવા જોઈએ?                   સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: આપના અસીલ M/s ABC માટે અન્ય હોસ્પિટલ દ્વારા સેવા આપવામાં આવી છે તે “હેલ્થકેર” ને લગતી હોય તેવું સમજાય રહયું છે અને તે અન્ય હોસ્પિટલ દ્વારા NIL રેટેડ ટેક્સ ઇંવોઇસ (ખરેખર બિલ ઓફ સપ્લાય બનવું જોઈએ) બનાવવામાં આવ્યું હોય તેવું સમજાય રહ્યું છે. આ ધારણા મુજબ આપના અસીલ માટે આ સેવા બાબતે GSTR 3B માં NIL રેટેડ ઇનવર્ડ સપ્લાયમાં દર્શાવવાનું રહે તેવો અમારો મત છે.


  1. અમારા એક અસીલ ઘર વપરાશ ના સ્ટીલ એલુંમીનીયમ વિગેરે ધાતુના વાસણ નો રીટેલ વેપાર કરે છે તેમજ કોમ્પોઝીશન સ્કીમ હેઠળ જી એસ ટી રિટર્ન વેરો ભરે છે . તેઓની કુલ ખરીદી પેઈકી 10 થી ૧૫ ટકા ખરીદી એન્ડ યુઝ્રર ગ્રાહક (યુ આર ડી ) પાસેથી વપરાયેલ વાસણ ની પણ હોય છે.એટેલે કે ગ્રાહક (જે ભંગાર ના વેપારી નથી હોતા )પાસે થી જુના વપરાયેલા વાસણ લે છે  જેના વજન પ્રમાણે પૈસા તેઓ ગ્રાહક ને ચૂકવે  છે તેમજ આ લીધેલ ભંગાર વાસણો ભંગારના વેપારીને મહીને – બે  મહીને ભંગારના ભાવે જ વેચી દે છે. આ વેચાણ પર અમારા અસીલ 1 ટકો જી એસ ટી પણ ભરે છે.  પ્રશ્ન એ છે કે હાલ માં જે લોખંડ સ્ટીલ ભંગાર પર રીવર્સ ચાર્જ મીકેનીઝ્મ હેઠળ યુ આર ડી પર્સન પાસેથી ખરીદી કરવા ઉપર 18 ટકા ટેકસ ભરવાનો નિયમ આવેલ છે તે અનુસંધાને અમારા ઉક્ત અસીલ ભંગાર વેચાણ ઉપર 1 ટકો ટેકસ ભરતા હોવા છતાં  તે ઉપરાંત પણ   આ નિયમ હેઠળ આર સી એમ હેઠળ ખરીદી અન્વયે 18 ટકા વેરો સી એમ પી  ૦૮ ફોર્મ સાથે ભરવાનો થાય કે કેમ ? આપનો અભિપ્રાય આપવા વિનંતી –                                                                                                                                                                              ધર્મેશ પરમાર  જુનાગઢ

જવાબ: હા, આપના અસીલ જે મેટલ સ્ક્રેપનું વેચાણ કરે છે તેના કારણે તેઓના ઉપર નોટિફિકેશન 24/2024, તા. 09 ઓક્ટોબર 2024 ના રોજનું નોટિફિકેશન લાગુ પડે અને RCM ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.


  1. હાલમાં જી.એસ.ટી.આર. 3B માં ક્યારેક ઇનએલીજીબલ રકમ દર્શાવતી (ઓટો પોપ્યુલેટ) હોય છે. શું આ રકમ ઓલ આધર ITC માં લખી, ઇનેલીજીબલમાં દર્શાવવી જરૂરી છે કે આવી ઇનએલીજીબલની રકમ દર્શાવીએ જ નહીં તો ચાલે?                                  ધર્મેશ પરમાર, જુનાગઢ      જવાબ: આ ક્રેડિટ લઈ અને રિવર્સ કરવામાં આવે તો વધુ સારું રહે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલો એક જ ધંધાની જગ્યા ઉપર 4 અલગ અલગ બિઝનેસ કરે છે. આ ચાર બિઝનેસમાં બે ભાઈના બે પ્રોપરાઇટરશીપ બિઝનેસ છે અને બે તેઓના બન્નેના HUF ના પ્રોપરાઇટર તરીકે છે. ચારે બિઝનેસનું વ્યક્તિગ્ત ટર્નઓવર 40 લાખથી નીચે છે. તમામ બિઝનેસના અલગ બિલો આવે છે અને સ્ટોક પણ અલગ રાખવામા આવે છે. શું જી.એસ.ટી. ઓફિસર સ્પોટ વિઝિટ કરી આ બાબતે જી.એસ.ટી. નંબર ફરજિયાત લેવા અંગે તકરાર લઈ શકે?

જવાબ: આપના અસીલના કિસ્સામાં જો ધંધાકીય ચીજ વસ્તુ સરખી હોય, ધંધાનો સ્ટોક પણ અલગ પાડી શકાય તેવો ના હોય તો જી.એસ.ટી. ઓફિસર સ્પોટ વિઝિટ કરી આ બાબતે જી.એસ.ટી. નંબર ફરજિયાત લેવા અંગે તકરાર લઈ શકે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ 10 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ નથી. 10 પ્રોપર્ટી પૈકી 6 બિન નોંધાયેલ વ્યક્તિ પાસે છે અને 4 દુકાન નોંધાયેલ જી.એસ.ટી. રજિસ્ટર્ડ કરદાતાઓ છે. આ વ્યવહાર માટે અમારે ફોરવર્ડ ચાર્જ ભરવાનો રહે કે નોંધાયેલ વ્યક્તિ RCM ભરવા પાત્ર રહે?                                                                                                                                                                સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: જો આપના અસીલ જી.એસ.ટી. હેઠાણ નોંધાવા પત્ર બની જતાં હોય તો તેઓ જી.એસ.ટી. હેઠળ ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરવા જવાબદાર બને. જો આપના અસીલ જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ થવા જવાબદાર ના થતાં હોય તો જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઓ ને આપવામાં આવેલ 4 દુકાન ઉપર તેઓ જી.એસ.ટી. RCM હેઠળ ભરવા પત્ર બનશે તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!