સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 13.07.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ ગુજરાત ખાતે જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓનો વહન થતો માલ ઉતર પ્રદેશમાં ડિટેઇન કરવામાં આવે છે. આ માલ માટે અધિકારી દ્વારા આદેશ વેરો, વ્યાજ, દંડ લગાડવામાં આવ્યા છે. આ આદેશ સામે અપીલ ગુજરાતમાં કરવાની રહે કે ઉતર પ્રદેશમાં? ઉતર પ્રદેશમાં વાહન ચાંદોલી ખાતે રોકવામાં આવેલ હતું. આ જગ્યાનું અપીલનું કાર્યક્ષેત્ર શું આવે તે જણાવવા વિનંતી.
જે. વી. પટેલ એન્ડ કૂ. જેતપુર
જવાબ: ઉત્તર પ્રદેશ ખાતે વાહન ડીટેઇન કરી આદેશ પસાર કરવામાં આવ્યો હોય તો અપીલ ઉત્તર પ્રદેશ ખાતે જ કરવાની થાય.
- નોટિફિકેશન 13/2023 (રેઇટ) તા. 19.10.2023 મુજબ “Service Provided to Government Authority by way of Water Supply ને નોટિફિકેશન 12/2017 (રેઇટ) તા. 28.06.2017 ની એન્ટ્રી 3B હેઠળ માફી સેવા ગણેલ છે. આ વોટર સાથેની કોઈ સર્વિસ હોય તો પણ તે માફી સર્વિસ ગણાય? જે.વી. પટેલ એન્ડ કૂ. જેતપુર
જવાબ: આ સેવા ના કરારને કંપોઝીટ સપ્લાય છે કે નહીં તે બાબત પર તેની ટેક્સ જવાબદારી નક્કી કરવાની રહે. જો “નેચરલી બંડલ્ડ” સેવાનો કરાર હોય અને પાણી (વોટર)ની સપ્લાય જો મુખ્ય સપ્લાય હોય તો આ સેવાને માફી સેવા ગણી શકાય તેવો અમારો મત છે.
- 53મી જીએસટી કાઉન્સીલે ભલામણ કરી તે મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ દરમ્યાન કલમ 73 મુજબ ટેક્ષ ડિમાન્ડ માર્ચ ૨૦૨૫ સુધીમાં ભરી આપે તો તેને વ્યાજ અને પેનલ્ટી માંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ જેને ઉપર જણાવેલ વર્ષ દરમ્યાન કલમ 73 મુજબ વ્યાજ અને પેનલ્ટી ભરીને ઓર્ડર આવી ગયા હોય. તો જેને અગાઉ વ્યાજ અને પેનલ્ટી ભરી હોય તો તેના રિફંડ માટે શું પ્રક્રિયા કરવાની રહે તે જણાવવા વિનંતી. મયુર બારોટ, ઉના
જવાબ: જી.એસ.ટી. કાઉન્સીલમી 53 મી મિટિંગ બાબતે નોટિફિકેશન આવવાના બાકી છે. અમારા માટે આ બાબતે બજેટમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારો સૂચિત થાય ત્યારે આપના પ્રશ્નનો ઉકેલ મળે તેવો અમારો મત છે. હા, જૂના અનુભવ ઉપરથી એટલું કહી શકાય કે ભરી આપવામાં વેલ રકમ રિફંડ થવાની જોગવાઈ આવે તેવી શક્યતા ખૂબ ઓછી ગણી શકાય.
- અમારા અસીલ માલિકી ધોરણે ધંધો ચલાવતા હતા. તેઓનું મૃત્યુ થયું છે. તેઓના વારસદારે નોંધણી નંબર ટ્રાન્સફરી તરીકે મેળવી લીધેલ છે. હવે જ્યારે જૂનો નંબર રદ્દ કરવા અરજી કરવામાં આવે છે ત્યારે સ્ટોક ટ્રાન્સફર ઉપર શું ટેક્સની જવાબદારી આવે? શું આ માલ નવા જી.એસ.ટી. નંબર ઉપર ફરી વેચાણ કરવામાં આવે ત્યારે પણ જી.એસ.ટી. ની જવાબદારી આવે? પરેશ જે પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, વિજાપુર
જવાબ: ના, જ્યારે મૃત માલિકના ચોપડા માંથી નવા જી.એસ.ટી. મેળવનાર તેમના વારસદારના ચોપડામાં સ્ટોક ટ્રાન્સફર થાય ત્યારે મૃત વ્યક્તિનો નંબર કેન્સલ કરાવવા સમયે કલમ 29(5) હેઠળ સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. હા જ્યારે વારસદાર પોતાના ધંધામાં આ સ્ટોકનું વેચાણ કરશે ત્યારે આ સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવશે. આ બાબત પર જી.એસ.ટી. કાયદાની કલમ 18(3) ને જી.એસ.ટી. કાયદાના શિડ્યુલ II ની એન્ટ્રી 4 સાથે વાંચી લેવા વિનંતી.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ ડોક્ટર છે. તેઓ ઇન્કમ ટેક્સ કાયદાની 44ADA હેઠળ 50% થી વધુ રકમ દર્શાવી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. શું તેઓના માટે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ચોપડા બનાવવા ફરજિયાત છે?
જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44ADA હેઠળ આવક દર્શાવતા કરદાતા (ડોક્ટર) માટે ઇન્કમ ટેક્સ હેઠળ ચોપડા જાળવવા ફરજિયાત નથી તેવો અમારો મત છે.
- મારા અસીલ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માં ટ્રેડિંગ કરે છે મારો પ્રશ્ન છે તેમાંથી મળતો પ્રોફિટ એન્ડ લોસ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ માં બિઝનેસ હેડ ની ઈનકમ માં કયા *બિઝનેસ કોડ* માં બતાવવાનું રહે? પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ
જવાબ: ફ્યુચર એન્ડ ઓપ્શન માટે હાલ કોઈ કોડ આપવામાં આવેલ નથી. તેના માટે આપ રિટેઈલનો કોડ લઈ શકે છે.
- ઇન્કમ ટેક્સ હેઠળ નવા દરો માટે માન્ય સગા પાસેથી મળેલ ગિફ્ટ કરમુક્ત ગણાય કે નહીં?
જવાબ: હા, નવા દરો હેઠળ પણ માન્ય સગાઓ પાસેથી મળેલ ગિફ્ટ કરપાત્ર ના ગણાય તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.