સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)19th March 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. ગુજરાત રાજ્ય State GST ડિપાર્ટમેંટ દ્વારા E Way બિલમાં છૂટછાટ આપતો પરિપત્ર નંબરGSL/GST/RULE-138(14)/B.19  ઉપર સમજણ આપશો. તેમાં આપેલ INTRA CITY MOVEMENT નું અર્થઘટન કઈ રીતે કરવું તે સમજાવશો.                     CA કલ્પેશ પટેલ,

જવાબ: ઇન્ટ્રા સિટી મુવમેંટ નું અર્થઘટન કરવા માટે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ,1963, મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 અથવા તો બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 હેઠળ વખતો અનુસારના જાહેર કરવામાં આવેલા પ્રમાણિત અંકિત સરહદો અનુસરવાની રહે. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરની મ્યુનિસીપલ લિમિટ નક્કી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 હેઠળ અમદાવાદ શહેરની સરહદો જોવાની રહે. જો આ સરહદની અંદરના વ્યવહાર હોય તો ઇ વે બિલ બનાવવા માંથી આ જાહેરનામા દ્વારા મુક્તિ આપવામાં આવી છે.   

  1. હું ફ્રી લાન્સર IT એક્સપર્ટ તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરું છું. મારી સેવા હું મારા વિદેશના ગ્રાહકોને આપું છું. હું જે ઇંવોઇસ ઇસસ્યું કરું છું તે ઇંવોઇસ મારા વિદેશી ગ્રાહકને “ડોલર” માં ઇસસ્યું કરું છું. આ ઇંવોઇસની રકમ મને “પે પલ” માં ભારતીય રૂપિયામાં તબદીલ થઈ મળે છે. કોઈક વર્ષમાં મારી રિસીપ્ત 20 લાખથી વધુ થઈ જાય છે. મારો પ્રશ્ન એ છે કે શું હું જી.એસ.ટી. હેઠળ ફરજિયાત નોંધણી લેવા જવાબદાર બનુ?                                                                                                                                                                                     સિદ્ધેશ મહેતા, સેવા પુરી પાડનાર

જવાબ: આ પ્રવૃતિ એક્સપોર્ટ ઓફ સર્વિસ ગણાય તેવો અમારો મત છે. એક્સપોર્ટ એ IGST હેઠળ પડે અને ઇન્ટર સ્ટેટ વ્યવહારો માટે જી.એસ.ટી. નોંધણી સી.જી.એસ.ટી. કાયદાની કલમ  24 હેઠળ ફરજિયાત નંબર લેવા જવાબદાર બને તેવા સંજોગોમાં અમારા મતે ફરજિયાત નોંધણી નંબર લેવાની જવાબદારી આવે.   

  1. અમારા અસીલ જુનાગઢમાં નોંધાયેલ વેપારી છે. તેઓ જુનાગઢથી મુંબઈના ગ્રાહકને માલ મોકલે છે. મુંબઈના ગ્રાહકના કહેવાથી માલની ડિલિવરી ગાંધીનગર કરવાની થાય છે. આ કિસ્સામાં બિલ બનાવવા IGST લાગશે કે CGST=SGST? ઇ વે બિલ બનાવવા શું ધ્યાન રાખવું?                                                                                                                                                                         નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: જુનાગઢના વેપારી મહારાષ્ટ્રના વેપારીને માલનું વેચાણ કરે ત્યારે લોકેશન ઓફ સપ્લાય એ મહારાષ્ટ્ર ગણાશે અને આ વ્યવહાર ઉપર IGST લાગુ પડશે તેવો અમારો મત છે, ભલે માલની ડિલિવરી ગાંધીનગર (ગુજરાતમાં) આપવાની થતી હોય. ઇ વે બિલ બનાવવામાં બિલ મુંબઈના વેપારીના GSTIN અને એડ્રેસ સાથે બને જ્યારે શીપ ટુમાં ગાંધીનગરનું એડ્રેસ આવે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલના અમુક રિટર્નમાં વેચાણ કરતાં ક્રેડિટ નોટની રકમ વધુ આવતી હોય છે. આવા સમયે 3B માં જ્યાં માઇનસ ફિગર બતાવી શકાય નહીં, ત્યારે આ રકમ કેવી રીતે દર્શાવી શકાય?                                                                                           નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: વેચાણ કરતાં ક્રેડિટનોટની રકમ જ્યારે વધુ આવતી હોય તેવા કિસ્સામાં CBIC સર્ક્યુલર 26/2017 મુજબ પછીના રિટર્નમાં આ રકમ એડજસ્ટ કરવાનો વિકલ્પ રહેલો છે. ઘણા સમય પહેલા GST પોર્ટલ દ્વારા નેગેટિવ રિપોર્ટિંગની સગવડ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી એ સગવડ શરૂ થઈ નથી તેવું અમારું માનવું છે. આમ, ઉપર જણાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ અમારા મતે રહેતો નથી તેવો અમારો મત છે.  

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!