સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 20th December 2021
(Speaker)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
જી.એસ.ટી.
- અમારા અસીલ મિનિ ઓઇલ મિલ ધરાવે છે. તેઓ પોતાના ગ્રાહકો પાસેથી તેઓની મગફળીનું પીલાણ કરી સીંગતેલ કાઢી આપવાની સેવા પણ પૂરી પડે છે. આ પ્રકારના જોબવર્ક પર જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ ગ્રાહક અને અનરજીસ્ટર્ડ ગ્રાહક બંને પાસે શું દરે વેરો ઉઘરાવવા જવાબદાર બને? પ્રિયંક હિરપરા,ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: જી.એસ.ટી. હેઠળ સેંટરલ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 11/2017 માં 01/2018 તા. 25.01.2018 થી કરવામાં આવેલ સુધારાની એન્ટ્રી 26(F) મુજબ મગફળી પીલાણના જોબવર્ક ઉપર રજિસ્ટર્ડ તથા અનરજીસ્ટર્ડ બન્ને કરદાતાઓ ઉપર 5% જી.એસ.ટી (2.5 CGST+2.5 SGST) લાગુ પડે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ 44AD હેઠળ “એલીજીબલ એસેસી” છે. તેઓનું નાણાકીય વર્ષ 2019 20 માટેનું ટર્નઓવર 1 કરોડ 29 લાખ હતું. આ વર્ષ માટે તેઓએ 44AD હેઠળ આવક દર્શાવવાના બદલે ઓડિટ કરવી ઓછો નફો બતાવી ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હતું. હવે નાણાકીય વર્ષ 2020 21 માં તેઓનું ટર્નઓવર માત્ર 29 લાખ છે. શું તેઓ માટે નાણાકીય વર્ષ 2020 21 માટે 29 લાખ જેવુ ટર્નઓવર હોય તો પણ ઓડિટ કરાવવું જરૂરી બને?ઓડિટ વગર હું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકું? આ બાબતે ઇન્કમ ટેક્સ નોટિસ આવવાની સંભાવના રહે? જયેશ સુખડિયા
જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ પાછલા નાણાકીય વર્ષમાં ટર્નઓવર 1 કરોડથી વધુ હોય ઓડિટ કલમ 44AB હેઠળ થયું ગણાય. 2020 21માં 8% (બેન્ક રિસીપ્ટ માં 6%) થી વધુ નફો દર્શાવી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD નો લાભ મળી શકે છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ ઇન્કમ ટેક્સનું રિટર્ન કલમ 44AD હેઠળ ફાઇલ કરે છે. નાણાકીય વર્ષ 2020 21 માં તેઓનું વેચાણ 10 લાખનું છે. તેઓએ આ વર્ષમાં ધંધો બંધ કરી આપ્યો છે. તેઓની પાસે 2.5 લાખની મશીનરી હતી જેના ઉપર જી.એસ.ટી. ભરી તેઓએ ધંધો બંધ કરી આપેલ છે. અમારો પ્રશ્ન એ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન માં અમારું વેચાણ 12,50,000 દરશવવાનું રહે કે 10,00,000/-? અને જો 10 લાખ દરશવવાનું રહે તો 2.5 લાખના મશીનરીના વેચાણને કેવી રીતે દર્શાવવાના રહે? મંથન સરવૈયા
જવાબ: તમારા અસિલે ઇન્કમ ટેક્સ રિટર્નમાં 10 લાખને વેચાણ તરીકે દર્શાવવાનું રહે. 2.5 લાખની મશીનરી વેચાણને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 50 હેઠળ “ડેપરીશીએબલ એસેટ” ના વેચાણ તરીકે દરશવવાનું રહે અને આ મશીનરી વેચાણનો નફો મૂડી નફો ગણાય તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબસામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરાના દરઅંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવા વાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકોને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇ-મેઈલ પર મોકલે. કોઈપણસંજોગોમાંવાચકોનેવિનંતીકેએક્સપર્ટ્સનોસીધોસંપર્કબિનવ્યવસાયીરીતેનાકરવો.
આકૉલમઅંતર્ગતઆપનાપ્રશ્નોપૂછવાઆપઅમને taxtodayuna@gmail.com પરઇમેઈલકરીશકોછો. સોમવારથીશુક્રવારસુધીઆવેલાપ્રશ્નોનાજવાબશક્યહોયત્યાંસુધીપછીનાસોમવારેપ્રસિદ્ધકરવામાંઆવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.