સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ dt 20.10.2024

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ જે માલનું વેચાણ કરે છે તેની બેઝિક રકમ 50000 થી નીચે છે પરંતુ જી.એસ.ટી. સાથે 50000/- થી વધુ થઈ જાય છે. આવા સંજોગોમાં તેઓ ઇ વે બિલ બનાવવા જવાબદાર બને?                                                                                                   સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: જી.એસ.ટી. હેઠળની ઇ વે બિલની જવાબદારી નક્કી કરવા જી.એસ.ટી. વગરની રકમ ધ્યાને લેવાની આવે તેવી સામાન્ય માન્યતા છે. પરંતુ જી.એસ.ટી. નિયમોના નિયમ 138 માં “વેલ્યૂ ઓફ કનસાઈનમેંટ” તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. “વેલ્યૂ ઓફ કંસાઇનમેંટ” ની વ્યાખ્યા જી.એસ.ટી. કાયદા હેઠળ આપવામાં આવી નથી. “જનરલ પેરેલન્સ” માં જો જોવા જઈએ તો ટેક્સ સાથે જે માલ વાહન થઈ રહ્યો છે તે રકમને “વેલ્યૂ ઓફ કનસાઈનમેંટ” ગણી શકાય. આમ, જો ટેક્સ સાથે પણ વહન થતાં માલની વેલ્યૂ 50000 થી વધુ થતી હોય તો ઇ વે બિલ બનાવી લેવું જોઈએ તેવો અમારો મત છે.  


  1. અમારા અસીલ ટ્રેક્ટરના વેપારી છે. તેઓ નવું ટ્રેક્ટર વેચાણ કરે છે તેની સામે જૂનું ટ્રેક્ટર “એક્સચેન્જ” હેઠળ રાખી લે છે. આ જૂનું ટ્રેક્ટર તેઓ ડીલર અન્ય ડીલરને વેચાણ કરે છે. શું આ જૂનું ટ્રેક્ટર વેચાણ કરવાના વ્યવહાર ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે?

જવાબ: હા, આપના અસીલ જે જૂના ટ્રેક્ટરનું વેચાણ લોકલ એજન્ટને કરે તે વ્યવહાર ઉપર પણ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. આ વ્યવહારના જી.એસ.ટી. ના દર અંગે જી.એસ.ટી. CBIC રેઇટ નોટિફિકેશન 8/2018, તા. 25.01.2018 જોઈ જવા વિનંતી.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલના એક હોસ્પિટલ છે. તેઓની નાણાકીય વર્ષ 2023 24 ની રિસીપ્ત 2 કરોડ જેવી હતી. શું તેઓ ધંધાકીય હિસાબ ઈલેક્ટ્રોનિક મોડમાં રાખવા ફરજિયાત છે કે તેઓ મેન્યુલી હિસાબો રાખી શકે?                                                                                    સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: આપના અસીલને કાયદાકીય રીતે ઈલેક્ટ્રોનિક મોડમાં રાખવાની કોઈ જવાબદારી નથી પરંતુ હાલના સમયમાં વ્યાવહારિક રીતે અત્યારના સમયમાં મેન્યુલ મોડમાં રાખવા મુશ્કેલ ચોક્કસ ગણી શકાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!