સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 21.04.2025

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે અને કેપિટલ ગુડ્સનું વેચાણ કરે છે. શું આ કેપિટલ ગુડ્સનું વેચાણ કરવા સમયે જી.એસ.ટી. લાગુ પડે? શું અમારા અસિલે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના લીધી હોય તો પણ આ વેરો ભરવાની જવાબદારી આવે?                                                                          જે.વી. પટેલ એન્ડ કૂ., જેતપુર

જવાબ:  હા, જી.એસ.ટી. હેઠળ કેપિટલ ગુડ્સ વેચાણના કિસ્સામાં જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઇનપુટ ક્રેડિટ લીધી હોય કે ના લીધી હોય બન્ને કિસ્સામાં આવે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ રેસ્ટોરન્ટની સેવા પૂરી પાડે છે. તેઓ “નોન સ્પેસિફાઇડ પ્રિમાઈસિસ” માં હોય 5% લેખે જી.એસ.ટી. ભરે છે. આ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, સેવા મેળવનારને મળે કે કેમ?                                                                                                                                                           જે.વી. પટેલ એન્ડ કૂ., જેતપુર  

જવાબ: જી.એસ.ટી. હેઠળ 5% લેખે સેવા પૂરી પાડવામાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના લેવાની શરત એ સેવા પૂરી પાડનાર માટે છે નહીં કે સેવા મેળવનાર બાબતે. પરંતુ રેસ્ટોરન્ટ સર્વિસ બાબતે ઈન્પુટ ટેક્સ સેવા મેળવનાર માટે જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) માં જે બાધ સૂચવેલ છે એ સેવા મેળવનારએ ધ્યાને લેવાનો રહે તેવો અમારો મત છે. એ બાધ રેસ્ટોરન્ટ સેવા 5% લેખે પૂરી પાડવામાં આવે કે 18% લેખે પૂરી પાડવામાં આવે બન્નેને લાગુ પડે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કાપડના વેપારી છે અને કંપોઝીશન સ્કીમ ધરાવે છે. તેઓ એડવેરટીસમેંટ ખર્ચ અને ફ્રેટ ખર્ચ કરે છે. શું તેઓ આ ખર્ચ ઉપર RCM ભરવા જવાબદાર બને? શું આ ખર્ચને GSTR 4 માં દર્શાવવાના રહે?                                                                                                                                           સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: ફ્રેટ ખર્ચ GTA પાસે કરવામાં આવેલ RCM લાગુ પડે. એડવેરટીસમેંટ ખર્ચ ઉપર RCM લાગુ પડે નહીં. જે ખર્ચ પર RCM લાગુ પડે તે GSTR 4 માં દર્શાવવાનો રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલના કિસ્સામાં CMP 08 ભરવામાં ભૂલ થયેલ છે. આ ભૂલ GSTR 4 વાર્ષિકમાં સુધારી શકાય?                                                                                                                                      સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: હા, CMP-08 ભરવામાં થયેલ ભૂલ એ GSTR 4 માં સુધારી શકાય તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ 100% એક્સપોર્ટ ઓફ સર્વિસ કરે છે. તેઓ ભાડા ઉપરની ધંધાની જગ્યા ઉપર 18% લેખે RCM ભરે છે. શું તેઓને ભરેલ RCM નું રિફંડ મળે?                                                    મંથન સરવૈયા,  

જવાબ: હા, આપના અસીલ જે ભાડા ઉપર જે RCM ભરે છે તેનું રિફંડ મળે તેવો અમારો મત છે.  


  1. અમારા અસીલ મકાઇનો લોટ બનાવી 50 KG કે તેથી વધુ વજનના પેકિંગમાં વેચાણ કરીએ છીએ. આ લોટ “પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” હોય છે. શું આ મકાઇના લોટના વેચાણ ઉપર જી.એસ.ટી. લાગુ પડે?                                                                                                                                                                  ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ:આપના અસીલ 50 KG થી વધુના પેકિંગમાં વેચાણ કરે છે તે માટે તે પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” હોવા છતાં કરમુક્ત બને તેવો અમારો મત છે.


 ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!