સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 21.06.2025

Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ આંખના ડોક્ટર છે. તેઓ દ્વારા આંખની તપાસ કરવા સાથે ચશ્માનું, આંખના ટીપાંનું, દવાનું વેચાણ પણ કરવામાં આવે છે. શું આ ચશ્માના વેચાણને પણ જી.એસ.ટી. હેઠળ “હેલ્થ કેર સર્વિસ” ની કરમુક્તિનો લાભ મળે? સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: ના, ડોક્ટર દ્વારા આપવામાં આવેલ સેવાને “હેલ્થ કેર સર્વિસ” ની કરમુક્તિનો લાભ મળે. પરંતુ ડોકટર દ્વારા વેચાણ કરવામાં આવતા ચશ્મા, આંખના ટીપાં, દવા વી. ઉપર જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ બે અલગ અલગ હોસ્પિટલ છે. એક હોસ્પિટલ A ના ડોક્ટરન દ્વારા હોસ્પિટલ B ના પેશન્ટને સેવા પૂરી પાડવામાં આવે છે. હોસ્પિટલ B દ્વારા અમુક રકમ પેશન્ટ પાસેથી લેવામાં આવે છે જે પૈકી અમુક રકમ હોસ્પિટલ B રાખી બાકીની રકમ હોસ્પિટલ A ને ટ્રાન્સફર કરે છે. અમારો પ્રશ્ન એ છે કે શું હોસ્પિટલ B દ્વારા રાખવામા આવેલ પેશન્ટની રકમ ઉપર “મેન પાવર સપ્લાય” તરીકે જી.એસ.ટી. લાગુ પડે?
સુંદરીયા કોલીપરા, પોન્નુર
જવાબ: ના, હોસ્પિટલ B દ્વારા પણ જે સેવા પૂરી પાડવામાં આવે છે તે પેશન્ટને “હેલ્થ કેર” સેવા જ ગણી શકાય. આમ, આ સેવાને “મેન પાવર સપ્લાય” તરીકે જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.