સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 22nd April 2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

 


જી.એસ.ટી. 

  1. અમારા અસીલને માલનું ભાડું ચૂકવવાનું થાય છે પરંતુ તેઓને કોઈ “બિલ્ટ્રી” આપવામાં આવતી નથી.aઆવા સંજોગોમાં શું તેઓ RCM ભરવા જવાબદાર બને? પંકજભાઈ જાની, એકાઉન્ટન્ટ, ઉના

જવાબ: ના, “બિલ્ટ્રી” ના આપવામાં આવતી હોય તેવા વ્યવહારો ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીના વ્યવહારો ગણાય નહીં અને તેના ઉપર RCM ની જવાબદારી લાગુ ના પડે તેવો અમારો મત છે.

  1. મારા એક અસીલનેગવર્નમેન્ટનો રોડ ખોદવાનો તેમજ રોડ સફાઇ નો કોન્ટ્રાક્ટ રાખે છે તો તેમાં જીએસટી કેટલો લાગે ?                                                                                                                                                                                                                                   વિજય પ્રજાપતિ, એડવોકેટ

જવાબ: સરકારી કામ અંગેના કોન્ટ્રાક્ટમાં જે તે કામ અંગેની વિગતો જોવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે કહીએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તાધિકારી મંડળને બંધારણના અનુછેદ 243G કે 243W હેઠળ નિર્દિષ્ટ કામ બાબતે આપવામાં આવેલ ફક્ત સેવાના કામ CGST રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 3 મુજબ કરમુક્ત રહે. આ સિવાયના કોઈ લેબર કોન્ટ્રાક્ટ હોય તો 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલનું નાણાકીય વર્ષ 2020-21 નું ઇન્કમ ટેક્સ રિટર્ન નવા દરો સિલેક્ટ કરી ભરેલ હતું. પરંતુ આ રિટર્ન ઇન્કમ ટેક્સ રિટર્ન 139(1) ની મર્યાદા બાદ ભરવામાં આવેલ હતું. આ કારણે અમારા નવા દરોનો લાભ આપવામાં આવ્યો નથી. ઇન્કમ ટેક્સ હેઠળનો આકારણી આદેશ 143(1) હેઠળનો આદેશ જૂના દરો પ્રમાણે જ આવેલ છે. અમારા અસીલ પાસે ઘણું રોકાણ છે જે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ બાદ મળવા પાત્ર છે. આ રોકાણ ઇન્કમ ટેકસ કાયદાની કલમ 154 હેઠળ રોકાણ બતાવી જૂની પદ્ધતિ મુજબ થવા દેતું નથી. હવે અમારી પાસે શું રસ્તો રહે?                                                                                                                                                                જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ ડીસા 

જવાબ: નવી તથા જૂની સ્કીમ આવ્યા બાદ ખૂબ મોટા પ્રમાણમા આ તકલીફ આવી હોવાના સમાચાર છે. અમારા મતે, હવે જ્યારે રેકટિફિકેશન અરજી પોર્ટલ ઉપર સ્વીકારવામાં ના આવતી હોય ત્યારે ઇન્કમ ટેક્સ ના કલમ 143(1) ના આદેશ સામે અપીલ કરી 80C ના રોકાણો બાદ લેવાનો વિકલ્પ રહે છે. આ બાબતે CIT Vs Pruthvi Brockers & Shareholders Pvt Ltd (TS-463-HC-2012-(Bom) ઉપયોગી સાબિત થઈ શકે છે.

 

  1. મારા એક ક્લાયન્ટ નું એચ.યુ.એફ એકાઉન્ટબેંક માં છે તેનું અવસાન થતા તેમના મોટા દીકરાને કર્તા તરીકે તેના એકાઉન્ટમાં એડ કરવા છે. પણ તેના મોટા દીકરા નું  પણ એચ.યુ.એફ એકાઉન્ટ બેંક માં છે. તો બેંક માંથી એમ કહેવામાં આવે છે, કે મોટા દીકરાનું એચ.યુ.એફ એકાઉન્ટ છે, એટલે તેનું નામ તેના ફાધર ના ખાતામાં એડ ન થઇ શકે તો તેની માટે શું કરવું તેનું કોઈ નોટીફીકેશન હોય તો જણાવશો.                                                                                                                                                                                                                        ચિંતનભાઈ સંઘવી, ભાવનગર

જવાબ: બેન્ક દ્વારા જે કહેવામા આવી રહ્યું છે તે પ્રકારનો નિયમ અમારા જાણમાં નથી. આ અંગે બેન્ક સાથે લેખિત અરજી કરી જણાવવા પ્રયાસ કરી શકાય. અન્યથા બેન્ક બદલવા સિવાય કોઈ વિકલ્પ રહે તેવો અમારો મત છે.


 ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 22nd April 2023

  1. SECTION 9 (5) MUJAB RESTAURENT GSTR 1 MA NIL RATED MA SALES BATAVU PADE CHE PARANTU TE SALES GSTR 3B NA 3.1 MA AUTOMATIC AVE CHE PARANTU TABLE 3.1.1 MA BATAVANU HOY CHE , TO 3B MA 3.1 NI JAGYA 3.1.1 MA BATAIYE TO TABLE RED THAI JAY CHE TO AA SANJOGO MA BANNE TABLE BATAVU KE FAKT EK EMA CONFUSE CHU

Comments are closed.

error: Content is protected !!