સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 23.07.2025

0
Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલને પોતે જેમની પાસેથી ધંધાકીય ખરીદીઓ કરતાં હતા તેઓને 27 લાખની દેવાની રકમ બાકી રહેતી હતી જે સરવૈયામાં ક્રેડિટર તરીકે દર્શાવતી હતી. આ બાબતે કોર્ટમાં એક કેસ ચાલુ હતો અને લોક અદાલતમાં આ કેસનું સમાધાન થતાં અમારા અસિલે 15 લાખની રકમ જ ચૂકવવાની થઈ. શું આ 12 લાખની રકમ અમારા અસીલની આવક તરીકે કરપાત્ર બને? અને કરપાત્ર બને તો ક્યાં વર્ષમાં બને? કૌશલ પારેખ, દીવ

જવાબ: હા, લોકઅદાલતના સમાધાન દ્વારા જ્યારે 27 લાખના બદલે 15 લાખની રકમ જ ચૂકવવા પાત્ર બનતી હોય તો બાકીની 12 લાખની રકમ જે અગાઉ ખરીદી તરીકે ખર્ચ સ્વરૂપે બાદ લીધેલ છે તે જે વર્ષમાં લોક અદાલતનો ચુકાદો આવેલ છે તે વર્ષમાં કરપાત્ર બને તેવો અમારો મત છે.


  1. અમારા અસીલને પોતાની ખરીદી પૈકી ચુકવણી પેટે 5 લાખ જેવી રકમ ચૂકવવાની થતી હતી. આ રકમની ચુકવણી તેઓએ અલગ અલગ દિવસે રોકડમાં કરેલ હતી. શું આ વ્યવહારમાં ખરીદનાર કે વેચનારની ઉપર રોકડ વ્યવહાર બદલ કોઈ મુશ્કેલી આવી શકે?                                                                  કૌશલ પારેખ, દીવ

જવાબ: ના, જો રોકડમાં રકમ ચૂકવનર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 40A(3) ની મર્યાદા જે 10000/- ની છે તે ધ્યાનમાં લઈ અલગ અલગ ચુકવણી કરે તો ખરીદનાર કે વેચનાર ઉપર કોઈ મુશ્કેલી આવે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ દ્વારા બેન્કમાં ફિક્સ ડિપોઝિટ રાખવામા આવેલ છે. આ ફિક્સ ડિપોઝિટ પૈકી અમુક તેઓના દીકરાના નામે રાખવામા આવેલ છે જે સગીર વયના છે. બેન્ક દ્વારા સગીર વયના દીકરાના નામે TDS કરવામાં આવેલ છે. હવે આ TDS માટેનું રિફંડ લેવા માટે સગીરના કિસ્સામાં રજીસ્ટ્રેશન કરવા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર બાધ છે. હવે આ રિફંડ કેવી રીતે લેવાનું રહે?                                                               એકતા પારેખ, દીવ    

જવાબ: સગીરના કિસ્સામાં તેઓના માતા અથવા પિતા બન્ને પૈકી જેની આવક વધુ હોય તેની આવકમાં સગીરની આવક ઉમેરવાની રહે છે. જે તે માતા અથવા પિતા દ્વારા સગીરની આવક દર્શાવેલ હોય તેઓએ પોતાના રિટર્નના શિડ્યુલ TDS માં સગીરના PAN અને TDS કરનારનો TAN નો ઉલ્લેખ કરી આ TDS ક્લેઇમ કરી શકાય છે તેવો અમારો મત છે. 


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!