સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 23.09.2024

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ એક ડોક્ટર છે. 31.03.2024 સુધી તેઓ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં હતા. હવે 01 એપ્રિલ 2024 થી તેઓ દ્વારા પોતાની જગ્યા ભાડે આપેલ છે. શું અમારા અસીલ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બનશે અને આ રકમ ઉપર જી.એસ.ટી. લાગુ થશે?

જવાબ: હા, આપના અસીલ દ્વારા કમર્શિયલ જગ્યા ભાડે આપવામાં આવી હોય જી.એસ.ટી. લાગુ થશે અને જી.એસ.ટી. નંબર 20 લાખથી વધુ ટર્નઓવર થાય ત્યારથી લેવો ફરજિયાત બને.


  1. અમારા અસીલનું ટર્નઓવર 2017 18 થી 2020-21 સુધી બે કરોડથી નીચે હતું. નાણાકીય વર્ષ 2021 22 માં તેઓનું ટર્નઓવર પહેલીવાર 2 કરોડ થી વધુ થયું હતું. 2022-23 માં ફરી તેઓનું ટર્નઓવર 2 કરોડથી નીચે છે. હવે અમારે 2021 22 ના જી.એસ.ટી વાર્ષિક રિટર્ન બાબતે શું કરવું જોઈએ?                                                                                                                                          જયેશ સુખડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, ઊંજા

જવા: નાણાકીય વર્ષ 2021 22 ના વાર્ષિક રિટર્ન ભરવાની જવાબદારી આવે તે ભરી આપવું વધારે હિતાવહ છે. આ સાથે લેઇટ ફી ની જવાબદારી આવશે તે ચોક્કસ છે. બહુ મોટી લેઇટ ફી આવતી હોય અને અસીલ આ રકમ ભરવા તૈયાર ના હોય તો એમ્નેસ્ટી સ્કીમ આવે તેની રાહ જોવાનો વિકલ્પ લઈ શકો છો.


  1. અમારા અસીલને એક જ વર્ષ બાબતે સમાન મુદ્દા ઉપર CGST તથા SGST બન્નેમાંથી ASMT 10 ની નોટિસ મળી છે. શું અમારે બન્ને ડિપાર્ટમેંટને જવાબ દેવો જોઈએ?                                                                                                          કોળીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: ના, તમે કોઈ એક ડિપાર્ટમેંટને (શક્ય હોય ત્યાં સુધી પ્રોફાઇલમાં CGST કે SGST દર્શાવતુ હોય તેને) ASMT 11 માં જવાબ આપી, અન્ય ડિપાર્ટમેંટને આ અંગે જાણ કરી આપો તેવો અમારો મત છે. બન્ને ડિપાર્ટમેંટને આ બાબતે જવાબ આપવા જરૂરી નથી તેવો અમારો મત છે.


  1. અમારા અસિલે જી.એસ.ટી. નંબર લીધો છે અને LUT પણ સબમિટ કરેલ છે. તેઓ દ્વારા પોતાના ફોરેન ક્લાઈન્ટને સેવા આપવામાં આવે છે. આ સેવા કરમુક્ત દર્શાવવાની રહે ને?                                                                                                           નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: કોઈ સેવા, એક્સપોર્ટ ઓફ સર્વિસ ક્યારે ગણાય તે બાબતે IGST કાયદાની કલમ 13 માં શરતો આપવામાં આવેલ છે. આ શરતો પૂર્ણ કરતાં હોય તો આપના અસીલની સેવા એકપોર્ટ ઓફ સર્વિસ ગણાય. આ સેવા કરમુક્તમાં નહીં પણ એક્સપોર્ટમાં દર્શાવવાની રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલનું નાણાકીય વર્ષ 2023 24 નું ટર્નઓવર 2 કરોડ થી વધુ થયું છે. આ પૈકી 50 લાખ જેવુ ટર્નઓવર કરમુક્ત છે. શું તો પણ હું GSTR 9 ભરવા જવાબદાર બનુ?

જવાબ: હા, કુલ ટર્નઓવર 2 કરોડથી વધુ હોય GSTR 9 ભરવું ફરજિયાત બને તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ/બેનામી ટ્રાન્સેકશન એક્ટ

  1. અમારા અસીલ દ્વારા પોતાના પત્નીના નામે નવું રહેણાંકી મકાન ખરીદવામાં આવેલ છે. આ મકાનના 50 લાખના અવેજ પૈકી 40 લાખની રકમ વેચનારને અમારા અસીલ દ્વારા ચૂકવવામાં આવી છે અને બાકીની 10 લાખની રકમ અમારા અસીલના પત્ની દ્વારા ચૂકવવામાં આવી છે. આ મકાનનો દસ્તાવેજ માત્ર અમારા અસીલની પત્નીના નામે થયેલ છે. શું આમાં, સંપૂર્ણ મકાન પત્નીના નામે દર્શાવવું જોઈએ?

જવાબ: હા, દસ્તાવેજ માત્ર તમારા અસીલની પત્નીના નામે થયેલ હોય સમગ્ર મકાન તેમના નામે દર્શાવવું જોઈએ અને પતિ દ્વારા આપવામાં આવેલ 40 લાખની રકમ જરૂર જણાય તેમ લોન અથવા ગિફ્ટ તરીકે દર્શાવી શકાય તેવો અમારો મત છે.


  1. અમારા અસીલને પોતાના સગા ભાઈ પાસેથી 25 લાખની ગિફ્ટ મળી છે. આ ગિફ્ટ કરપાત્ર ગણાય કે કરમુક્ત?                                                                                                                                                                                                                      સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: કરદાતાને પોતાના ભાઈ પાસેથી મળેલ ગિફ્ટ કરમુક્ત ગણાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.


 

error: Content is protected !!