સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 25.12.2024

0
Spread the love
Reading Time: 5 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ દ્વારા શરતચૂકથી UPI દ્વારા આવેલ વેચાણ પોતાના પ્રથમ ક્વાટરમાં દર્શાવવાનું રહી ગયું છે. શું આ ટર્નઓવર હવે પછીના CMP 08 દ્વારા દર્શાવી ટેક્સ ભરી આપવો જોઈએ કે આ ટેક્સ DRC 03 થી ભરી આપવો જોઈએ?                                                                                                                                                                             કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: પ્રથમ અને બીજા ક્વાટરમાં રહી ગયેલ UPI વેચાણ ત્યારબાદના CMP 08 માં લઈ લેવું જોઈએ તેવો અમારો મત છે. 


  1. અમારા અસીલ રેસ્ટોરન્ટ પણ ધરાવે છે અને ટ્રેડિંગ પણ કરે છે. તેઓ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓ હાલ રેસ્ટોરન્ટના ધંધા ની સેવાની રકમ ઉપર 5 % અને ટ્રેડિંગ ઉપર 1% જી.એસ.ટી. કંપોઝીશન ભરે છે. શું આ યોગ્ય છે?

જવાબ: હા, આ દર બારોબર ગણાય તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કાપડના વેપારી છે. તેઓનું ટર્નઓવર 5 કરોડ આસપાસ છે. તેઓને કોમર્શિયલ રેન્ટની આવક પણ છે. અમારો પ્રશ્ન એ છે કે અમારા કાપડમાં રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટની રકમથી શું આ ભાડાની આવક ઉપરનો જી.એસ.ટી. ભરી શકાય?

જવાબ: હા, એક વખત ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવે ત્યારે આ ક્રેડિટ એ કોમન ક્રેડિટ બની જાય અને આ ક્રેડિટનો ઉપયોગ ભાડાની આવક ઉપરના જી.એસ.ટી. ભરવામાં થઈ શકે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ “સેલ્ફ ડ્રાઈવ કાર” ના બિઝનેસમાં છે. આ સેવા ઉપર ક્યાં દરે વેરો લાગે?                                                                                                                                                                                                                                જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ ડીસા

જવાબ: “સેલ્ફ ડ્રાઈવ કાર” ની આ સેવા “લીઝીન્ગ ઓફ મોટર વિહીકલ” માં આવે અને 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ સર્વીસ (GTA) આપે છે અને HSN 996511 હેઠળ GST ભરપાઇ કરેલ છે. અમારા અસીલનાં સર્વીસ મેળવનાર ગ્રાહકો પૈકી અમુક ગ્રાહકો અલગ ટેક્ષ વસુલ કરેલ ટેક્ષ ઇન્વોઇસની માગણી કરે છે. જ્યારે અમુક ગ્રાહકો આ સર્વીસ ઉપર RCM અમે ભરીશું તેવો આગ્રહ રાખે છે.

          અમારા પ્રશ્નો છે કે :

  • અમો આવા બે પ્રકાર નાં બીલો (અલગ ટેક્ષ વસુલ કરેલા ટેક્ષ ઇન્વોઇસ અને ટેક્ષ વસુલ નહીં કરેલા ઇન્વોઇસ ) આપી શકીએ કે કેમ ?
  • અમો ટ્રાન્સપોર્ટ સર્વીસ માટેનાં વાહનોની તથા તેનાં પર્ટસ એસેસરીઝ ની આઇ.ટી.સી. લઇએ છીએ. ટેક્ષ વસુલ નહી કરેલા અમારા બીલો ( જેનાં પર સર્વીસ મેળવનાંર RCM ભરેલ છે.) પુરતી આઇ.ટી.સી. રીવર્સ કરવી પડે કે કેમ ?

     કાયદાકીય જોગવાઇ ધ્યાને લઇ માર્ગદર્શન આપવા વિનંતી છે.

                                                                                        જે.વી. પટેલ એન્ડ કંપની

જવાબ: હાલની GTA માટેની જી.એસ.ટી. ની જોગવાઈ પ્રમાણે કરદાતાએ વર્ષની શરૂઆતમાં ફોરવર્ડ ચાર્જ કે રિવર્સ ચાર્જનો વિકલ્પ નક્કી કરી લેવાનો રહે છે. આમ આપના અસીલ કે જેઓ GTA હોય તે બે પ્રકારના બિલ, એક ટેક્સ વસૂલ કરેલ બિલ અને અન્ય રિવર્સ ચાર્જના બિલ એમ આપી શકે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલના કેસમાં અમો વેચાણ સાથે ટ્રાન્સપોર્ટની રકમ ઉપર માલના દરે વેરો ઉઘરવી ભરી આપીએ છીએ. આ ટ્રાન્સપોર્ટની રકમ આગળ એકાઉન્ટમાં અમે ટ્રાન્સપોર્ટ ખર્ચ તરીકે બાદ લઈએ છીએ અને ટ્રાન્સપોર્ટરને આ રકમ ચૂકવી આપીએ છીએ. ટ્રાન્સપોર્ટ ખર્ચ તરીકે દર્શાવેલ રકમ ઉપર શું ફરી RCM ની જવાબદારી આવે?                                                                                                                    ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: હા, આપના અસીલ દ્વારા જે ટ્રાન્સપોર્ટની રકમ વેચાણ સાથે ઉઘરાવવામાં આવેલ છે તે “ફ્રેટ કલેકટેડ” ગણાય અને જ્યારે આ રકમ ચૂકવવામાં આવે ત્યારે આ “ફ્રેટ એક્ષપેન્સ” ગણાય જેના ઉપર ફરી RCM ની જવાબદારી આવે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલના GSTR 9 માં અમોએ એક રકમ ભરવાં પાત્ર તરીકે દર્શાવેલ હતી. શરતચૂક થી આ રકમ ભરવાની રહી ગઈ હતી. હવે DRC 01 ની નોટિસ આવેલ છે. અધિકારી ઓર્ડર કરે તે પહેલા અમોએ DRC 03 થી આ રકમ ભરી આપેલ છે. શું આમ છતાં આ રકમ ઉપર પેનલ્ટી લાગુ કરી શકે?                                                                                                                                                                               ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: ના, જો આપના અસીલ દ્વારા DRC 01 આપવામાં આવી હોવા પહેલા અથવા DRC 03 આપવામાં આવી હોય તેના 30 દિવસમાં ભરી આપે તો કોઈ પેનલ્ટી લાગે નહીં તેવો અમારો મત છે.


  1. નોટિફિકેશન 4/2022 (રેઇટ) તા. 13.07.2022 તથા નોટિફિકેશ 5/2022 રેઇટ, તા. 13.07.2022 (બંને અમલી તારીખ 18.07.2022) મુજબ અનરજીસ્ટર્ડ પર્સન પાસેથી રજિસ્ટર્ડ પર્સન રહેણાંકી હેતુ માટે પણ ઘર ભાડે રાખે તો RCM ની જવાબદારી આવે છે. આ કિસ્સામાં શું આ જોગવાઈ પ્રોપરાઇટરી ધોરણે ધંધો કરતાં વેપારીને પણ લાગે કે ભાગીદારી પેઢી, કંપની માટે જ આ જવાબદારી લાગુ પડે? જે વી પટેલ એન્ડ કંપની

જવાબ: રહેણાંકી હેતુ મતે ઘર ભાડે રાખે અને ઉપયોગ પ્રોપરાઇટર પોતાના અંગત રહેઠાણ માટે કરવામાં આવતો હોય તો પણ CBIC  દ્વારા આ બાબતે આપવામાં આવેલ ખુલાસા પ્રમાણે RCM લાગુ પડે નહીં તેવો અમારો મત છે.



ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!