સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 25th FEBRUARY 2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ માલ એક્સપોર્ટ કરે છે જે માટે C & F એજન્ટની સેવા લે છે. આ C & F એજન્ટ તેઓને ફ્રેટ, કસ્ટમ હેંડલિંગ ચાર્જ, સીલ ચાર્જ, ડૉક્યુમેન્ટ ચાર્જ જેવા એમ બે અલગ અલગ ઇંવોઇસ આપે છે. અમારો પ્રશ્ન એ છે કે શું C & F ચાર્જના ઇંવોઇસ તથા અન્ય ચાર્જ અંગેના ઇંવોઇસ બન્નેની રકમ ઉપર ઇન્કમ ટેક્સ હેઠળ TDS કરવો જરૂરી બને?
જવાબ: હા, આમરા મતે C & F એજન્ટની ફી તથા આ તમામ ખર્ચ જો સીધા C & F એજન્ટને જ સીધા ચૂકવવામાં આવે તો તેના ઉપર TDS ની જવાબદારી આવે તેવો અમારો મત છે. જો ફોરેન શિપિંગ લાઇન કે તેઓના એજન્ટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હોય તો એકપોર્ટ અંગેના Ocean Freight ઉપર TDS માં મુક્તિ આપવામાં આવેલ છે.
- અમારા અસીલ ગયા વર્ષ મતેનું ઇન્કમ ટેક્સ રિટર્ન જાતે ભરેલ છે. આ રિટર્ન નિયત સમયમર્યાદામાં ભરવામાં આવેલ છે. તેઓ દેશની બહાર ઈન્ફોસિસ કંપનીમાં કામ કરતાં હોવાથી તેમણે વિદેશમાં ટેક્સ ચૂકવેલ છે. આ વિદેશમાં ચૂકવેલ ટેક્સ અંગેનું ફોર્મ 67 ભરવામાં ચૂકી ગયા છે. હવે રિટર્ન પ્રોસેસ થયા બાદ ડિમાન્ડ ઊભી થયેલ છે. અમારા પ્રશ્ન છે કે શું આ ફોર્મ 67 ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા પછી ફાઇલ કરી શકાય છે? આ ફોર્મ ભરવાની સમયમર્યાદા શું છે? આ ડિમાન્ડ દૂર કરવા માર્ગદર્શ્ન આપવા વિનંતી,. વિજય મિસ્ત્રી, ગાંધીનગર
જવાબ: ફોર્મ 67 એ ફોરેનમાં ભરેલ ટેક્સની રકમ બાદ લેવા ભરવું ફરજિયાત છે. આ ફોર્મ રિટર્ન ભરતા પહેલા ભરવું જરૂરી છે. રિતેશકુમાર ગર્ગ વી. ઇન્કમ ટેક્સ ઓફિસર જયપુરના કેસમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આ ફોર્મ ભરવાની જરૂરિયાત “પ્રોસીજરલ” ગણાય અને “પ્રોસિજરલ” બાબતમાં થતી ચૂકના કારણે કોઈ કરદાતાનો હક્ક છીનવી શકાય નહીં. આ કેસનો આધાર લઈ આ ડિમાન્ડ દૂર કરવા હવે અપીલ નો જ વિકલ્પ રહે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.