સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26th November 2022
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)
26th November 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- જી.એસ.ટી. કાયદા હેઠળ કરડાટએ કેટલા વર્ષ સુધી પોતાના ચોપડા જાળવવાના રહેતા હોય છે? ચિંતન સંઘવી, ભાવનગર
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ જે તે નાણાકીય વર્ષના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખથી 72 મહિના એટ્લે કે 6 વર્ષ સુધી ધંધાકીય ચોપડા જાળવવા ફરજિયા છે.
- GSTR 9 ભરવામાં Capital Goods અંગેની માહિતી 6B કૉલમમાં Capital goods ને બદલે Input માં દર્શાવવામાં આવેલ હોય તો ભવિષ્યમાં ડિપાર્ટમેંટ દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપવા અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી શકે છે? જિગ્નેશ દેત્રોજા
જવાબ: ના, અમારા માટે આ ભૂલ એ માત્ર “ક્લેરિકલ એરર” ગણાય અને આ ભૂલ માટે ITC આપવા અંગે પ્રશ્નો ઉપસ્થિત થઈ શકાય નહીં.
- નાણાકીય વર્ષ 2021 22 ના GSTR 9 માં આઉટવર્ડ સપ્લાયના HSN ની વિગતો આપવી ફરજિયાત છે. ઘણા ધંધા એવા છે જેમાં 200 અલગ અલગ HSN લાગુ પડે. આવી મોટી HSN ધરાવતી પેઢી માટે HSN ની વિગતો પ્રેક્ટિકલી અપલોડ કરાવવાના કોઈ વ્યાવહારિક ઉકેલ હોય તો જણાવશો. જિગ્નેશ દેત્રોજા
જવાબ: નાણાકીય વર્ષ 2021 22 ના વાર્ષિક રિટર્ન ભરવા બાબતે આ એક સળગતો પ્રશ્ન છે. ઘણા સૉફ્ટવેર આ પ્રકારે HSN મર્જની સગવડ આપતા હોય છે. પરંતુ આ અંગે અમારા મતે અન્ય કોઈ વ્યાવહારિક ઉકેલ હાલ નથી રહેલો.
- અમારા અસીલનો નોંધણી દાખલો રિટર્ન ના ભરવાના કારણે થોડા સમય સસ્પેન્ડ થયેલ હતો. હવે આ નોંધણી દાખલો ચાલુ થઈ ગયો છે. અમારો પ્રશ્ન એ છે કે જે સમય દરમ્યાન નોંધણી દાખલો સસ્પેન્ડ હતો તે સમય દરમ્યાનના ખરીદ વેચાણ અંગે કોઈ મુશ્કેલી આવી શકે? જગદીશભાઇ વ્યાસ, એડ્વોકેટ, ડીસા
જવાબ: જ્યારે કોઈ નોંધણી દાખલો સસ્પેન્ડ થયેલ હશે ત્યારે તેઓની ખરીદીની ક્રેડિટ તેઓના GSTR 2B માં દર્શાવતી ના હોય અને વેચનારે તમારા અસીલની ખરીદી B2C માં દર્શાવેલ હોય તો આ સુધારવા વેચનારને જણાવવાનું રહે. આ ઉપરાંત તમારા અસીલ દ્વારા કરવામાં આવેલ વેચાણની વિગત પણ તેઓના જે GSTR 1 માં આપવામાં આવશે ત્યારે જ ખરીદનારને આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળશે. આ મુશ્કેલી સસ્પેંડેડ ડીલરને થઈ શકે તેવો અમરો મત છે.
ઇન્કમ ટેક્સ
- ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કેટલા વર્ષ સુધી કરદાતાએ પોતાના ચોપડા જાળવવાના રહેતા હોય છે? ચિંતન સંઘવી, ભાવનગર
જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જે તે આકારણી વર્ષથી 6 વર્ષ સુધી ચોપડા કરદાતા દ્વારા જાળવવાના રહે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર: આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.