સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 28.09.2024

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ કમર્શિયલ મિલ્કત ધરાવે છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવતા નથી. તેઓની મિલ્કત ભાડે રાખનાર પણ જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ છે. આ મિલ્કતનું ભાડું 10 લાખ જેવુ છે. પ્રશ્ન એ છે કે જી.એસ.ટી. હેઠળ આ મિલ્કત ઉપર ભાડા ઉપર RCM લાગુ પડે કે જી.એસ.ટી. હેઠળ નોંધણી લેવાની જવાબદારી મિલ્કતના માલિકની રહે કે ભાડે રાખનારની?                                                         સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: આપના અસીલની કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવાની પ્રવૃતિમાં જો ટર્નઓવર મહિને 10 લાખ હોય તો તો આપના અસીલ દ્વારા જ નોંધણી નંબર લઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે અનરજીસ્ટર્ડ પર્સનની કમર્શિયલ મિલ્કત ભાડે રાખનાર ઉપર RCM લેખે ભરવાની જવાબદારી આવે તે અંગે નોટિફિકેશન હજુ સુધી આવ્યું નથી. આમ, હાલમાં બિન નોંધાયેલ ખરીદનારની RCM ની જવાબદારી આવતી નથી તેવો અમારો મત છે.  


  1. અમારા અસીલનો ધંધો પાણીની વેસ્ટ બોટલનું કટિંગ કરી વેચાણ કરવાનો છે. તેઓ જે વેસ્ટ ખરીદી કરે છે તે URP પાસેથી કરે છે. તેઓની ખરીદી ઉપર RCM ભરવાની જવાબદારી આવે?                                                                                                                   નરેશ બોદર, અમરેલી

જવાબ:  પાણીના વેસ્ટ બોટેલની ખરીદી ઉપર હાલ કોઈ RCM ની જવાબદારી લાગુ પડે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!