સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 29.04.2024

Spread the love
Reading Time: 5 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. અમારા કોમ્પ્લેક્ષમાં માત્ર કમર્શિયલ ઓફિસ અને દુકાનો જ છે. કોઈ રેસિડંટ યુનિટ નથી. અમારૂ કોમ્પલેક્ષ સભ્યો પાસેથી મેઇનટેનન્સ લે છે. આ મેઇનટેનન્સ 7500 થી ઓછું છે. આ ઉપરાંત અમારુ કોમ્પલેક્ષ ટ્રાન્સફર ફી પણ ઉઘરાવે છે. આ રકમ 20 લાખથી વધુ થઇ જાય છે. આમ છતાં અમો જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ નથી. શું અમો જી.એસ.ટી. નંબર લેવા તથા જી.એસ.ટી. ભરવા જવાબદાર બનીએ? જો બનીએ તો જૂની જવાબદારી અંગે શું જવાબદારી આવી શકે?

જવાબ: હા, કમર્શિયલ કોમ્પ્લેક્ષને 7500 સુધીના મેઇનટેનન્સનો NIL રેઇટનો લાભ મળે નહીં તેવો અમારો મત છે. આપ જી.એસ.ટી. ભરવા તથા નોંધણી લેવા પણ જવાબદાર બનો તેવો અમારો મત છે. જૂની જવાબદારી બાબતે મુશ્કેલી ઊભી થઈ શકે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ રેસ્ટોરંટ છે અને કંપોઝીશન હેઠળ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓને ભાડાની આવક પણ થાય છે. આ ભાડાની આવક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                                                 ગૌરવ પટેલ, એડવોકેટ, કપડવંજ 

જવાબ: આપના અસીલ રેસ્ટોરંટ ઉપર કંપોઝીશનની પરવાનગી ધરાવો છે. આપના અસીલ ભાડાની આવક ઉપર 1% જી.એસ.ટી. ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 10 (1) (c) જોઈ જવા વિનંતી. હા, આ બાબતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ 6% કે 18% સુદ્ધાં ભરવા બાબતે તકરાર કરી શકે છે, જેની સામે લડવાની તૈયારી રાખવી જોઈએ.


  1. કામદાર વીમો, ફેક્ટરી વીમો, કમર્શિયલ વાહન વીમો, માર્ગસ્થ માલનો વીમો આની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાડા હેઠળ મળવા પાત્ર છે?                                                                                                                                                                                     જીતેશ કાપડિયા, જેતપુર

જવાબ: હા, કામદાર વીમો, ફેક્ટરી વીમો, કમર્શિયલ વાહન વીમો, માર્ગસ્થ માલનો વીમો, આ ઉપર લગતા જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે. 


  1. અમારા અસીલ માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓ પોતાના નામે ખેતીની જમીન ખરીદી કરે છે અને બિનખેતી કરાવે છે. ત્યારબાદ પ્લોટનું વેચાણ કરે છે. આ પ્લોટનું વેચાણ જી.એસ.ટી. રિટર્નમાં દર્શાવવું પડે? જો બતાવવું પડે તો GSTR 1 માં Exempted ના Unregistered માં intra state માં બતાવવું જોઈએ? 3B માં કૉલમ 5. માં દર્શાવવું પડે? જમીન વેચાણમાં HSN શું લખવાનો રહે?                                                                વિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: હા, જી.એસ.ટી. રિટર્નમાં આપના અસીલ દ્વારા વેચાણ કરવામાં આવતા પ્લોટ વેચાણના વ્યવહારો જી.એસ.ટી. કાયદાની શિડ્યુલ III માં પડે અને આ વ્યવહાર ના તો માલ ગણાય ના તો સેવા. આમ, આ વ્યવહારને GSTR 1 કે 3B માં દર્શાવવાના રહે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ પોતાનું વેચાણ ડિસ્ટ્રીબ્યુટરને કરે છે અને ડિસ્ટ્રીબ્યુટર વોલસેલરને કરે છે અને વોલસેલર રિટેલરને કરે છે. અમારા માલની MRP 130 છે પરંતુ ઉત્પાદક તરીકે અમારું વેચાણ 100/- નું છે. તો શું જી.એસ.ટી. અધિકારી 130 લેખે વેચાણ ગણી શકે છેવિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: જી.એસ.ટી. અધિકારી MRP ઉપર વેચાણ ગણી શકે નહીં અને માત્ર તમારી વેચાણ કિંમત ઉપર જ જી.એસ.ટી. ભરવાનો રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ખરીદનારને સ્પે. ડિસકાઉંટ અને અન્ય ડિસકાઉન્ટ આપતા હોય છે. આ ડિસકાઉન્ટ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? વિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: કોન્ટ્રાક્ટ (લેખિત કે અન્ય) હેઠળ વેચનાર દ્વારા ખરીદનારને આપવામાં આવતા ડીસકાઉન્ટ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી સામાન્ય સંજોગોમાં આવે નહી તેવો અમારો મત છે. હા, વેચનાર જો પોતાનું વેચાણ ઘટાડવા માંગે અને જી.એસ.ટી. ની કલમ 34 હેઠળની સમયમર્યાદામાં ક્રેડિટ નોટ આપી પોતાનું વેચાણની રકમ ઘટાડવા માંગે તો તે થઈ શકે.


  1. અમારા અસીલ જઇ.એસ.ટી. હેઠળ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર છે. અમારા અસીલ ઇ ઇંવોઇસ જ બનાવે છે. ક્યારેક શરતચૂકથી ઇ ઇંવોઇસની રકમ કરતાં અમારા દ્વારા જી.એસ.ટી.આર. 1 માં અલગ રકમ દર્શાવાઈ જાય છે. શું આ અંગે કોઈ તકલીફ પડી શકે?           વિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: હા, આ પ્રમાણે ફેરફાર આવે તો જી.એસ.ટી. હેઠળ ખુલાસો પુછવામાં આવી શકે છે. માટે આ પ્રમાણે તફાવત ના આવે તે તકેદારી ખાસ રાખવી જરૂરી છે. આ અંગે ચોક્કસ ખુલાસો આપી જવાબદારી દૂર કરી શકાય છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ HUF છે. તેઓ કમિશનની આવક દર્શાવે છે. શું કમિશનની આવક HUF માં દર્શાવી શકાય?                      ચિંતન સંઘવી, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, જો કરતાં માત્ર પોતાના HUF ના “રીપ્રેસંટેટીવ” તરીકે કામ કરતાં હોય અને HUF નો ધંધો ચલાવતા હોય તો કમિશન ઇન્કમ HUF માં દર્શાવી શકાય તેવો અમારો મત છે. હા, આ બાબતે આકારણીમાં પ્રશ્નો આવી શકે છે.


  1. અમારા અસીલ ઇન્કમ ટેક્સ હેઠળ નવી સ્કીમ હેઠળ વેરો ભરવા માંગે છે. પ્રશ્ન એ છે કે શું તેઓને મિલકત ખરીદી બાબતે એડીશનલ ડેપરીશીએશનનો લાભ મળે?                                                               ગૌરવ પટેલ, એડવોકેટ, કપડવંજ

જવાબ: ના, આપના અસીલ ઇન્કમ ટેક્સ હેઠળ નવી સ્કીમ મુજબ વેરો ભરવા માંગે તો તેઓને એડિશનલ ડેપરીશીએશનનો લાભ મળે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ દ્વારા એક ખેતીની જમીન લેવામાં આવેલ છે જે જમીન મ્યુનિસિપલ લિમિટ થી 8 કી.મી. દૂર છે. આ જમીન જે ગામ માં આવેલ છે તેની વસ્તી 10 હજારથી ઓછી છે. આ જમીન ખરીદ તારીખથી 1 વર્ષની અંદર વેચવામાં આવેલ હોય તો ટેક્સની જવાબદારી આવે? વિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: ના, આપના અસીલની મિલકત એ ઇન્કમ ટેક્સ કાયદાઇ કલમ 2(14) હેઠળ “કેપિટલ એસેટ” ના અપવાદ માં પડે અને ટેક્સની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલને મ્યુચઅલ ફંડમાં 10 લાખ જેવો લોંગ ટર્મ કેપીટ્લ ગેંઇન થયેલ છે. શું આ નફા સામે તેઓ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54EC હેઠળ ગવર્નમેંટ બોન્ડ ખરીદીનો લાભ મળે?                                વિજયકુમાર સી. સરેરીયા, રાજકોટ

જવાબ: હા, મ્યુચઅલ ફંડના લોંગ ટર્મ કેપિટલ ગેઇન સંદર્ભે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54EC હેઠળ ગવર્નમેંટ બોન્ડ ખરીદીનો લાભ મળે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ Diu ખાતે પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓ CNG ની ખરીદી કરે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે?           નિમેશ પરિખ , ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: હા, CNG નું ખરીદ વેચાણ કરતાં વેપારીને દીવ વેટ કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!