સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 11.05.2024
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ એક ઇલેક્ટ્રીકની દુકાન ધરાવે છે જેના પર જી.એસ.ટી. ધરાવે છે. આ ઉપરાંત પ્રોપર્ટીના બિઝનેસ બાબતે અલગ જી.એસ.ટી. ધરાવે છે. બન્ને જી.એસ.ટી. નંબર નું કુલ ટર્નઓવર 20 લાખ જેવુ છે. આ ઉપરાંત તેઓ પેટ્રોલ પંપ પણ ધરાવે છે, જેના ઉપર તેઓ વેટ નંબર ધરાવે છે. આ પેટ્રોલ પંપનું ટર્નઓવર 7 કરોડ જેવુ છે. તેઓને જી.એસ.ટી. તરફથી ઇ ઇંવોઇસ બનાવવા નોટિસ આવેલ છે. શું અમે ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બનીએ? વિમલ કાકડિયા, એડવોકેટ
જવાબ: હા, એક PAN ઉપર કુલ ટર્નઓવર 5 કરોડથી વધુ થતું હોય તો જી.એસ.ટી. હેઠળ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- અમારા અસીલ પ્લાસ્ટિક સ્ક્રેપનો ધંધો કરે છે. પ્લાસ્ટિક સ્ક્રેપના HSN કોડ તથા રેઇટ જણાવવા વિનંતી. જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ
જવાબ: પ્લાસ્ટિક સ્ક્રેપ ઉપર HSN 3915 લાગુ પડે અને 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- નોટિફિકેશન 12/2017 (રેઇટ) તારીખ 28.06.2017, ની એન્ટ્રી 3 મુજબ સેંટરલ ગવર્નમેંટ, સ્ટેટ ગવર્નમેંટ, લોકલ ઓથોરીટી વી. ને આપવામાં આવેલ પ્યોર સર્વિસ ઉપર NIL રેઇટ આપવામાં આવેલ છે. શું આ એન્ટ્રીમાં 2017 બાદ કોઈ ફેરફાર થયેલ છે? માનવ શક્તિ દ્વારા આપવામાં આવેલ પ્યોર સર્વિસ તથા યાંત્રિક શક્તિ દ્વારા પૂરી પાડવામાં આવેલ પ્યોર સર્વિસ બન્ને NIL રેટેડ ગણાય કે કેમ? જીતેશ કાપડિયા, જેતપુર
જવાબ: પ્યોર સર્વિસ હોય અને ગવર્નમેંટને પૂરા પાડવામાં આવેલ કામ ભારતીય બંધારણના અનુછેદ 243G કે અનુછેદ 243W માં પડતાં હોય તો NIL રેટેડ નો લાભ નોટિફિકેશન 12/2017 (રેઇટ) તારીખ 28.06.2017, ની એન્ટ્રી 3 મુજબ મળે તેવો અમારો મત છે.
- નોટિફિકેશન 3/2022 (રેઇટ) તા. 13.03.2022 ની એન્ટ્રી 7 મુજબ અર્થવર્ક સર્વિસ કે જેમાં 75% થી વધુ લેબર સર્વિસ હોય તો 6% + 6% જી.એસ.ટી. લાગુ પડે છે, જે આ નોટિફિકેશન પહેલા 2.5% + 2.5% હતો. આ અર્થ વર્ક સર્વિસ જેમાં 100% લેબર સર્વિસ હોય અને ગવર્નમેંટને આપવામાં આવેલ હોય તો માફીનો લાભ મળે? જીતેશ કાપડિયા, જેતપુર
જવાબ: પ્યોર સર્વિસ હોય અને ગવર્નમેંટને પૂરા પાડવામાં આવેલ કામ ભારતીય બંધારણના અનુછેદ 243G કે અનુછેદ 243W માં પડતાં હોય તો NIL રેટેડ નો લાભ નોટિફિકેશન 12/2017 (રેઇટ) તારીખ 28.06.2017, ની એન્ટ્રી 3 મુજબ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ પોતાનો શેડ ભાડે આપે છે. આ શેડ ભાડે આપવા સાથે તેઓ ભાડા ઉપરાંત ઇલેક્ટ્રીક બિલ પણ ભાડે રાખનાર પાસેથી વસૂલ કરે છે. શું આ ઇલેક્ટ્રીક બિલની રકમ ઉપર પણ જી.એસ.ટી. લગાડવો પડે?
જવાબ: જો ઇલેક્ટ્રીક બિલની રકમ પણ ટેક્સ ઇંવોઇસમાં સાથે ઉઘરાવવામાં આવતી હોય તો કંપોઝીટ સર્વિસ ગણાય અને જી.એસ.ટી. લાગુ પડે. જો ઇલેક્ટ્રીક બિલની રકમ અલગ ઉઘરાવવામાં આવતી હોય તો “રીએમબર્સમેંટ ઓફ એકસ્પેન્સ” ગણાય જી.એસ.ટી. લાગુ ના પડે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલનો દીકરો કેનેડાથી તેઓના ખાતામાં રકમ તબદીલ કરે છે. શું આ ટ્રાન્સફર કરેલ રકમ ઉપર કોઈ ઇન્કમ ટેક્સ કે જી.એસ.ટી.ની જવાબદારી આવે? બાબુભાઇ, ગાંધીનગર
જવાબ: ના, આ રકમ ગિફ્ટ તરીકે કે લોન તરીકે લેવામાં આવે તો પણ ઇન્કમ ટેક્સ કે જી.એસ.ટી. ની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.