સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના dt ૦૮.૧૦.૨૦૨૫

0
Spread the love
Reading Time: 4 minutes

Tax Today Experts

CA Monish Shah, Ahmedabad

CA Divyesh Sodha, Porbandar

Adv. Lalit Ganatra, Jetpur

Adv. Bhavya Popat, Una

તા. ૦8.૧૦.૨૦૨૫

જી.એસ.ટી.

૧. અમારા એક અસીલ ના કેસમાં પિતા પુત્ર બંને અલગ અલગ GSTN ધરાવે છે. પિતા રેગ્યુલર સ્કીમ માં છે તેમજ પુત્ર કંપોઝિશન સ્કીમ માં છે હવે પિતા પોતાનો બિઝનેસ પુત્રને ટ્રાન્સફર કરવા માંગે છે તો આમાં પુત્ર ટ્રાન્સફરી તરીકે નવો નંબર મેળવે અને રેગ્યુલર સ્કીમ માં જ રહે અને પછી પિતા પોતાનો જૂનો નંબર રદ કરાવી દે તો આ કેસ માં કોઈ કાયદાકીય અડચણ આવે કે કેમ? કેમ કે પુત્ર નો પોતાનો કમ્પોઝિશન સ્કીમ વાળો બિઝનેસ ચાલુ જ છે આથી પુત્ર ના નામે બે GSTN થાય એક રેગ્યુલર સ્કીમ વાળો અને એક કમ્પોઝિશન વાળો આમ કરીએ તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કે કેમ?                                                                                                                                                                                      ધર્મેશ પરમાર જૂનાગઢ

જવાબ: નાં, કોઈ પણ એક PAN ઉપર એક નોંધણી કંપોઝિશન હેઠળ અને એક રેગ્યુલરમાં રહી શકે નહિ. એક ધંધો રેગ્યુલર (કંપોઝિશન સિવાય) નો હોય તો બન્ને ધંધા તે રીતેજ ચલાવવા પડે તેવો અમારો મત છે.


૨. અમારા અસીલએ તા. ૨૨.૦૯.૨૦૨૫ પહેલા ખરીદેલ માલનું વેચાણ એ ૨૨.૦૯.૨૦૨૫ પછી કરે અને જી.એસ.ટી. હેઠળ જે તે વસ્તુના દર જે ૧૨% હતા જે હવે ૫% થઇ ગયા હોય, તો શું ૭% જેવી ક્રેડીટ રિવર્સલ કરવી પડે?  સુન્દરીયા કોલીપરા, પોન્નુર   

જવાબ: નાં, જી.એસ.ટી. હેઠળ કોઈ ચીજ વસ્તુના વેરાના દરમાં ઘટાડો થયો હોય પરંતુ તે ચીજ વસ્તુ કરમુક્ત થયેલ નાં હોય તો જી.એસ.ટી ક્રેડીટ રિવર્સલ કરવાની જવાબદારી આવે નહિ તેવો અમારો મત છે.


૩. અમારા અસીલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ છે. તેઓની કમીશન આવક રીસીપ્ટ ૪૦ લાખ જેવી છે. આ ઉપરાંત કંપની દ્વારા તેઓને ૭૦૦૦૦૦ જેવી રકમની ટુર/ગીફ્ટ મળેલ છે જેનો ઉલ્લેખ 26AS માં કરવામાં આવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે શું અમારા અસીલ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને?                                         જીગર વોરા, એડવોકેટ, રાજકોટ

જવાબ: નાં, જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ સર્વિસ એ જી.એસ.ટી. કાયદા હેઠળ RCM હેઠળ કવર થાય છે. 194R હેઠળ મળેલ લાભો પણ ઇન્સ્યોરન્સ એજન્સીનો જ એક ભાગ ગણાય અને આ કારણસર જી.એસ.ટી. નોંધણી લેવી ફરજીયાત બને નહિ તેવો અમારો મત છે. આ બાબતે ઇન્સ્યોરન્સ કંપનીને ઈ મેઈલ દ્વારા કાયદાકીય માર્ગદર્શન મેળવી લેવું આપના અસીલ માટે વધુ હિતાવહ રહે.


૪. અમારા અસીલ ગુજરાતમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારી છીએ. અમો મહારાષ્ટ્રથી ખરીદી કરી ત્યાંજ (મહારાષ્ટ્ર) અન્ય પાર્ટીને ડીલીવરી બીલ ટુ શીપ ટુ વ્યવહાર દ્વારા તબદીલ કરવા સુચના આપીએ છીએ. અમારા વેચનાર અમને બીલ મોકલી આપે છે અને અમે અમારા મહારાષ્ટ્રના ગ્રાહકને બીલ પહોચાડી દઈએ છીએ. શું આ વ્યવહારમાં અમારે મહારાષ્ટ્રમાં જી.એસ.ટી. નોંધણીની જવાબદારી લાગુ પડે?                                                                                      ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: નાં, આ વ્યવહાર બીલ ટુ શીપ ટુનો વ્યવહાર હોય તમારા અસીલ IGST દર્શાવતું બીલ તમારી પાસેથી ખરીદ કરનાર વ્યક્તિને આપી દેશે. આ વ્યવહારમાં આપના અસીલને મહારાષ્ટ્રમાં નોંધણી દાખલો લેવાની જરૂર પડે નહિ.


૫. અમારા અસીલ વિદેશમાં પોતાનો AI અને સોફ્ટવેરને લાગતો ધંધો કરે છે. તેઓ ગુજરાતની વિવિધ કંપનીને સોફ્ટવેરની સેવા આપે છે. આ સેવા આપવા અમારા અસીલ ગુજરાતના જ સોફ્ટવેર એન્જીનીયરનો લાભ પણ લે છે. અમારી આ સેવા માટે ૨૦ લાખની સેવાની મર્યાદા લાગુ પડે કે ફરજીયાત નોંધણી દાખલો લઇ લેવો પડે. અમારા અસીલ દ્વારા પૂરી પાડવામાં આવેલ સેવા એ એક્સપોર્ટ ઓફ સર્વિસ કહેવાઈ?                                                                                ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: આપના અસીલ વિદેશમાં બેસી સોફ્ટવેરનો ધંધો કરે છે તે નોન ટેકસેબલ ટેરેટરીમાં છે અને તેમના અસીલ ગુજરાતના હોય તો પણ આપના અસીલની કોઈ જવાબદારી આવે નહિ તેવો અમારો મત છે. આપના અસીલના ગ્રાહકો જે આ સેવાઓ ઈમ્પોર્ટ કરે છે તેઓ RCM ભરવા જવાબદાર બનશે તેવો અમારો મત છે. જો કે આ બાબતે અલગ અલગ ઓપીનીયન શક્ય છે.

૬. અમારા અસીલ Twine, Cordage, Ropes and Cableની જે એન્ટ્રી છે જેના HSN Code ૫૬૦૭ છે તેનો ધંધો કરે છે. આ એન્ટ્રીમાં પ્લાસ્ટિકની સુતળી (Twine) જેને Repossessed Plastic Twine તરીકે ઓળખાય છે તેમાં ૨૨.૦૯.૨૦૨૫ થી રેઈટ ફેરફાર થયેલ છે. હવે આના દર ૫% થયેલ છે તેવું હું માનું છુ. આપના અભિપ્રાય આપવા વિનંતી.                                                                                                                                                                                                જે.વી. પટેલ એન્ડ કુ, જેતપુર

જવાબ: હા, HSN ૫૬૦૭ ઉપર ૫% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


ખાસ નોંધ તથા ડિસ્ક્લેમર:

૧. આ કોલમમાં પ્રસિદ્ધ થતા પ્રશ્નોના જવાબએ આ ટેક્સ પ્રોફેશનલ્સનો જે તે પ્રશ્ન બાબતનો વ્યક્તિગત અભિપ્રાય છે. આ અભિપ્રાયને માનવો કે નાં માનવો એ વાંચકના વીવેકને આધીન છે. આ પ્રશ્નોના જવાબથી કોઈ પણ વાંચક, કરદાતા, ટેક્સ પ્રોફેશનલ્સ કે કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થાય તો ટેક્સ ટુડે પોર્ટલ, ન્યુઝ્ પેપર, તંત્રી કે ટેક્સ ટુડે એક્સપર્ટસ કોઈ રીતે જવાબદાર નથી.

૨. આપના પ્રશ્નો આપ taxtodayuna@gmail.com પર મોકલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!