ધી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશન તરફથી અનિલ શેઠ રીફરેશર કોર્સનું આયોજન

Reading Time: < 1 minute
તા. 09.08.2025: ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ ખાતે થયું હાફ દિવસીય અનિલ શેઠ રિફ્રેશર કોર્સનું આયોજન તા. 05.08.2025 ના રોજ કરવામાં આવ્યું હતું. આ હાફ ડે સેમિનારમાં જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા જી.એસ.ટી. નોટિસ વિષે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ ઉચિત શેઠ દ્વારા જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ હેઠળ ઉપયોગી મર્દગ્દર્શન આપવામાં આવ્યું હતું. આ રિફ્રેશર કોર્સમાં જાણીતા વરિષ્ઠ ટેક્સ એડવોકેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇંડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન નયનભાઇ શેઠ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે