દેશના ટેક્સ પ્રોફેશનલ્સના ત્રણ મોટા એસોશીએશન દ્વારા ટેક્સેશનના વિષયો ઉપર અમદાવાદ ખાતે સંયુક્ત સેમિનારનું આયોજન
ઓલ ઈન્ડિયા ફેડરેશનન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ (WZ), મહારાષ્ટ્ર ટેક્સ પ્રેકટિશનર્સ એસો (MTPA) અને ટેક્સ એડવોકેટ એસો ઓફ ગુજરાત TAAG, ના સંયુક્ત ઉપક્રમે યોજાયો સેમિનાર
તા. 16.03.2022: અમદાવાદની પ્રાઈડ પ્લાઝા હોટેલ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર ત્રણ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જી.એસ.ટી. હેઠળ “એજયુડીકેશન” ના વિષય ઉપર પુનેના જાણીતા એડવોકેટ મિલિન્દ ભોંડે દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ હેઠળ ખેતીની જમીન તથા રહેણાંકી મકાનના વિષય ઉપર અમદાવાદના જાણીતા CA પલક પાવાગઢી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિવિધ પ્રશ્નો ઉપર ડેલિગેટ્સને બ્રેઇન ટ્રસ્ટ સેશનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય અતિથિ તરીકે AIFTP WZ ના ચેરમેન CA મિતિશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણે સંસ્થાઓ વચ્ચે સુમેળ સાધી આ સેમિનારને સફળ બનાવવા બદલ આયોજકોએ સમીરભાઈ જાનીનો આભાર માનવમાં આવ્યો હતો. આ સેમિનારમાં ત્રણે સંસ્થાના કમિટી મેમ્બર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે વાત કરતાં ટેક્સ એડવોકેટ એસોના પ્રમુખ એડવોકેટ પ્રતિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર ટેક્સ પ્રેકટિશનર્સ એસો દ્વારા ગુજરાત ખાતે યોજવામાં આવેલ રેસિડનશિયલ રિફરેશર કોર્સમાં (RRC) ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ (AIFTP-WZ) તથા ટેક્સ એડવોકેટ એસોસીએશન સંયુક્ત રીતે સામેલ થઈ ટેક્સ પ્રોફેશનલ્સ ક્ષેત્રે “વન નેશન વન પ્રોફેશન” નો ઉમદા હેતુ ચરિતાર્થ કરવામાં આવ્યો છે. આ સેમિનારમાં અંદાજે 200 જેટલા ડેલીગેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે