AGFTC & IT BAR દ્વારા ટેક્ષ વ્યવસાયિઓ માટે બે દીવસીય ટેક્ષ કોન્કલેવ અમદાવાદ એ.એમ.એ. ખાતે યોજાઈ
18.03.2024: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ઇન્કમ ટેક્ષ બાર એસોસિએશન, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે જે બી પટેલ ઓડિટોરીયમ હોલ, અમદાવાદ મેનેજમેન્ચ એસોસીએશન, અમદાવાદ ખાતે તારીખ 15 અને 16 માર્ચે યોજાઈ . આ કોન્ફરન્સ માં નામદાર ગુજરાત હાઇકોર્ટ જજ શ્રી ભાર્ગવ ડી કારીયા સાહેબ, એજીએફટીસી પ્રમુખ સીએ રવિ શાહ, આઇટીબાર પ્રમુખ સીએ આશિષ ટેકવાની, સિનિયર એડવોકેટ ધીરેશભાઈ શાહ, સિનિયર વીપી એજીએફટીસી સીએ (ર્ડો ) વિશ્વેશ શાહ, મંત્રી એજીએફટીસી શ્રીધર શાહ, મંત્રી આઈટીબાર જયકિશન પામાની, એડવોકેટ ધૃવેન શાહ તથા અન્ય મહાનુભાવો હસ્તે ઉદ્ઘાટિત કરવામાં આવેલ. બે દીવસીય કોન્ફરન્સ માં નામાંકિત વક્તાશ્રી માં ર્ડો સીએ ગીરીશ આહુજા, સીએ એ જતીન ક્રિસ્ટોફર, સિનિ. એડવોકેટ વી રઘુરામન, સિનિ. એડવોકેટ તુષાર હેમાની, એડવોકેટ કે. વૈથીસ્વરન, એડવોકેટ ધીનલ શાહ ડાયરેક્ટ તથા ઈન ડાયરેક્ટ ટેક્ષ વિષય પર વક્તવ્ય ખુબ ઉમદા વક્તવ્ય આપી વ્યવસાયિઓ ને ઉપયોગી માર્ગદર્શ્ન આપવામાં આવ્યું હતું. વધુમાં ટેક્ષ વ્યવસાયીઓ માટે પેનલ ડિસ્કકશન માં ડાયરેક્ટ ટેક્ષ માં એડવોકેટ મેહુલ પટેલ, સીએ અસીમ ઠક્કર, સીએ મીતીષ મોદી તથા ઈનડાયરેક્ટ ટેક્ષમાં એડવોકેટ અભય દેસાઈ, એડવોક્ટ જીગર શાહ, સીએ પુનીત પ્રજાપતિ, સીએ રશ્મીન વાજા F&Q હેઠળ માર્ગદર્શન આપશે. આ કોન્ફરન્સ માં ભારતભર અને ગુજરાતભર માંથી ૫૦૦ જેટલા ટેક્ષ વ્યવસાયિઓ હાજરી આપી.. અમિત સોની, ટેક્સ ટુડે