પોર્ટલ ઉપર લાગી રહેલી લેઇટ ફી બાબતે જેતપુરના વેપારીઓ દ્વારા કરવામાં આવી ગુજરાત હાઇકોર્ટમાં રિટ
જી.એસ.ટી. નોટિફિકેશન થી વિપરીત પોર્ટલ લેઇટ ફી લગાડતું હોવાથી વેપારીઓ દ્વારા હાઇકોર્ટના દ્વારા ખટાવવામાં આવ્યા! સરકારને આપવામાં આવી નોટિસ
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ ઉપર અનેક તકલીફોનો સામનો વેપારીઓ એ કર્યો છે. જી.એસ.ટી. કાયદા હેઠળ માઇગ્રેશન નોટીફીકેશન 31/2018 હેઠળ માઇગ્રેટ થયા હોય તે ડીલર ને 45/2018 અને 47/2018 મુજબ વેપારીઓને લેઇટ ફી ભરવામાં રાહત આપવામાં આવી હતી. આ નોટિફિકેશન હેઠળ લેઈટ ફી ભરવાની ના થાય આમ છતાં પોર્ટલે જેતપુરના બે વેપારીઓ પાસેથી લેઈટ ફી ઉઘરવવામાં આવી હતી. આ અંગે અનેક વાર જી.એસ.ટી. ડિપાર્ટમેંટમાં આ મુદ્દા પર રજૂઆત કર્યા બાદ જેતપુરના બે વેપારીઓએ ગુજરાત હાઇકોર્ટેમાં ઘા નાંખી છે. ગુજરાત હાઇકોર્ટના વકીલ રાજ તન્ના તથા લલિત ગણાત્રા મારફતે સ્પેશિયલ રીટ પીટીશન દાખલ કરેલ જે અંગે આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન જસ્ટિસ પારડીવાલાની બેન્ચ દ્વારા સરકારને નોટિસ આપી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ કેસની હવે પછીની સુનાવણી 19/01/22 ના રોજ હાથ ધરવામાં આવશે. આ અંગે વાત કરતાં કરદાતા વતી ઉપસ્થિત તેમના વકીલ રાજ તન્નાએ જણાવ્યુ હતું કે આ કેસમાં પોર્ટલ દ્વારા વસૂલવામાં આવેલ લેઇટ ફી ગેરકાયદેસર છે. જેતપુરના ટેક્સ કન્સલ્ટન્ટ લલિત ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “આ પ્રકારે 75000 જેવી ફી ગેર કાયદેસર ઉઘરાવવામાં આવી હોવાના અનેક કિસ્સા છે. આવા કરદાતાઓ એ પણ આ અંગે હાઇકોર્ટમાં લડવા અંગે વિચરવું જોઈએ તે જરૂરી છે”. નિષ્ણાતો આ કેસને કરદાતાઓ માટે ખૂબ મહત્વનો માની રહ્યા છે. આ કેસ ઉપર સૌની નજર રહેશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે