URI-The Surgicle Strike~દરેક વાલી/શાળા એ પોતાના બાળક/વિદ્યાર્થી ઓ ને ખાસ બતાવવા જેવી ફિલ્મ
અમદાવાદ, તા: 10.02.2019: આજે URI-The Surgicle Strike ફિલ્મ જોવાનું થયું. એક “મિનિપ્લેક્સ” માં આ ફિલ્મ જોયું. ખૂબ સરસ વોઇસ ઇફેક્ટ હોવાથી ફિલ્મ જોવાની મજા જ અલગ હતી.
આ ફિલ્મ મ્યાનમાર સરહદે કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક તથા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) માં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક વિશે ની વાર્તા છે. ફિલ્મ ને એક “ફિક્શન” દર્શાવવા દરેક પાત્રો ના નામ કાલ્પનિક રાખવામાં આવેલ છૅ. પણ સરસ “સ્ક્રીનપ્લે” ના કારણે પાત્રો સહજ રીતે ઓળખી શકાય તેવા લાગે છૅ. વિકી કૌશલ, પરેશ રાવલ, યામી ગૌતમ, મોહિત રૈના વગેરે “સ્ટાર કાષ્ટ” નો ઉત્કૃષ્ટ અભિનય કાબિલેદાદ છે. લેખક તથા ડાયરેકટર તરીકે આદિત્ય ધાર ની આ પ્રથમ ફિલ્મ છે. RSVP film ના બેનર હેઠળ પ્રોડ્યુસ થયેલ આ લો બજેટ ફિલ્મ (૪૫ કરોડ) અત્યાર સુધી માં 300 કરોડ ઉપર નો વેપાર કરી ચુકી હોવાના અહેવાલ છે. એક ફૌજી ના જીવન માં ડોકિયું કરાવતી આ ફિલ્મ તમામ દર્શકો ને એક વાર વિચારતા કરી મૂકે છે કે પોતાનો પુત્ર ઓફિસે થી ઘરે ના આવે તો પણ ચિંતા કરતી સામાન્ય નાગરિકો ની માં ની સામે એક ફૌજી પોતાની ફરજ બજાવવા પોતાની બીમાર માં ને પણ છોડી ને જતો રહે છે. પોતાના નાના ને ફૌજી તરીકે શહિદ થતા સાંભળ્યું હોવા છતાં પૌત્રી પોતાના મામા તથા પિતાની જેમ ફૌજ માં ભરતી થવા માંગે છે. પોતાના પિતા શાહિદ થાય છે ત્યારે જે જોશ થી એ દીકરી પોતાના પિતાને વિદાય આપે છે એ જોઈ ને કોઈ પણ દીકરી ના પિતા રડી પડે છે. પોતાના જીવ ના જોખમે આર્મી, મિલિટરી તથા ઇન્ટેલિજન્સ જે રીતે સર્જીકલ સ્ટ્રાઈક પાર પાડે છે તે જોઈ દર્શકોને મંત્રમુગ્ધ થઈ જાય છે.
ઉના ની DSC પબ્લિક સ્કૂલ દ્વારા URI ફિલ્મ પોતાના વિદ્યાર્થીઓ ને બતાવવા નો વીચાર શાળા ના સ્પોર્ટ્સ ટીચર ઉમંગ કોટક ને આવ્યો. મેનેજમેન્ટ તરફથી લિલી ઝંડી મળતાં બાળકો માટે ના સ્પેશિયલ URI ફિલ્મ ના સ્ક્રીનીંગ નું આયોજન કરવામાં આવ્યું. ફિલ્મ નિહાળી શાળા ના તમામ બાળકો ખૂબ ખુશ થયા. ફૌજી-લશ્કર પ્રત્યે ના તેઓના આદરભાવ માં વધારો થયો. આ પ્રોજેકટ ના હેડ ઉમંગ કોટક જણાવે છે કે બાળકો ને આ ફિલ્મ દર્શાવવા પાછળ નો હેતુ એક ફૌજી નું જીવન તથા તેમના પરિવાર નું જીવન કેવું હોઈ છે અને દેશ માટે તેઓનું બલિદાનન કેટલું મહત્વ નું હોઈ છે તે બાબતે બાળકો ને જાગૃત કરવાનો હતો.
ટેક્સ ટુડે આ બાબતે તમામ શાળાઓ તથા વાલીઓ ને અપીલ કરે છે કે આ ફિલ્મ પોતાના વિદ્યાર્થીઓ-બાળકોને જરૂર બતાવવા જેવી છે.
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે,