ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય હોટેલ ફેડરેશન તથા ટેક્સ ટુડેના સંયુક્ત ઉપક્રમે ઇન્કમ ટેક્સની નાના વેપારીને લગતી નવી જોગવાઈ અંગે વેબીનાર યોજાયો

પોરબંદરના CA દિવ્યેશભાઇ સોઢા, અમદાવાદના CA મોનીષભાઈ શાહ તથા જેતપુરના એડવોકેટ લલિતભાઈ ગણાત્રાએ એક્સપર્ટ્સ તરીકે આપી સમજણ
તા. 15.02.2024: ઇન્કમ ટેક્સ કાયદામાં 01.03.2023 થી સૂક્ષ્મ તથા નાના ઉદ્યોગને કરવામાં આવતી ચુકવણી બાબતે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ MSME કાયદા હેઠળ નોંધાયેલ ઉત્પાદકો તથા સેવા આપનાર વ્યક્તિને ખરીદનાર કે સેવા મેળવનાર ચુકવણીમાં 45 દિવસથી વધુ વિલંબ કરે તો તેઓનો ખર્ચ નામંજૂર થાય છે. આ જોગવાઈના કારણે સમગ્ર દેશમાં ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ વેપારીઓમાં આ નવી જોગવાઈ અંગે ઘણી અસંમજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ વિષય ઉપર ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય હોટેલ ફેડરેશન તથા ટેક્સ ટુડે ન્યૂઝ પેપરના સંયુક્ત ઉપક્રમે એક વેબીનારનું આયોજન તા. 12.02.2024 ના રોજ કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ઝુમ ઉપર 50 તથા Youtube live ઉપર 500 થી વધુ લોકોએ નિહાળ્યો હતો. આ વેબીનારમાં આ જોગવાઈની સમજ આપ્યા બાદ દર્શકોના “લાઈવ” પ્રશ્નો લેવામાં આવ્યા હતા. અંદાજે 50 થી વધુ પ્રશ્નોના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ્સ CA દિવ્યેશભાઇ સોઢા, અમદાવાદના CA મોનીષભાઈ શાહ તથા જેતપુરના એડવોકેટ લલિતભાઈ ગણાત્રા દ્વારા આપવામાં આવ્યા હતા. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને આ નવા નિયમ અંગે વધુ જાગૃતિ લાવવા ટેક્સ ટુડેને અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય હોટેલ ફેડરેશનના પ્રમુખ વિનોદભાઇ અગ્રવાલ દ્વારા પણ વેબીનારને શુભેચ્છા આપવામાં આવી હતી. આ વેબીનારને સફળ બનાવવા ટેક્સ ટુડે ટેકનિકલ એક્સપર્ટ રોનકભાઈ પલાણ, રાજકોટના યુવાન ટેક્સ એડવોકેટ ભાર્ગવભાઈ ગણાત્રા એ જાહેવત ઉઠાવી હતી. આ વેબીનારમાં મૉડરેટર તરીકે ભવ્ય પોપટ દ્વારા સેવા આપવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે