ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ ઓફ ઈન્ડિયા ના વેસ્ટર્ન ઈન્ડિયા રીજઓનલ કાઉન્સિલ ના 2026-27 ના હોદેદારો આણંદ બ્રાન્ચ (WIRC) ની મુલાકાતે
તારીખ 19-03-2026 ના રોજ WIRC ના પ્રમુખ CA. સૌરભ અજમેરા, મુંબઈ થી તેમની સમગ્ર કારોબારી સભ્ય ઉપ પ્રમુખ CA. રિકીન પટેલ, સચિવ CA. બિશન શાહ અને ખજાનચી CA. રાકેશકુમાર શાહ સાથે આણંદ શાખાની મુલાકાતે આવ્યા હતા. આણંદ શાખાના પ્રમુખ CA. હર્ષિત દેસાઇ અને તેમની ટીમ ના સભ્યો એ આવકાર આપ્યો. આ મુલાકાત માં આણંદ શાખા ના પ્રતિનિધિ CA. બિશન શાહ પણ ઉપસ્થિત હતા. WIRC ના પ્રમુખ CA. સૌરભ અજમેરા એ આણંદ બ્રાન્ચના આશરે ૭૦ જેટલા સભ્યો ને સંબોધિત કર્યા. આ સાથે તેઓએ યુનિવર્સિટિ ના પ્રોફેસસેરો તથા ઉધ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ સાથે CA. સભ્યો માટે બઁક ઓડિટ ઉપર સંપૂર્ણ દિવસનો સેમિનારનું આયોજન પણ કરેલું હતું. જેમાં બઁક ઓડિટના ત્રણ જુદા વિષય ઉપર વયક્તવ્ય આપવા માટે ત્રણ નિષ્ણાંત વક્તા CA. મહર્ષિ શુક્લા, CA. હિતેશ પોમલ તથા CA. નયન કોઠારી એ બધા સહ્ભાગીયોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે આણંદ બ્રાન્ચના સચિવ CA. પાર્થ પટેલે આભાર વિધિ કરી હતી.

