શા માટે જરુરી છે રોયલ્ટી ના રોયલ પ્રશ્ન નો રોયલ નીવેડો!

Spread the love
Reading Time: 4 minutes
~By Adv. Bhargav Ganatra, Rajkot
૧) પ્રસ્તાવના:- 
✓ જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે પહેલાનાં સમયમાં એટલે કે જી.એસ.ટી. લાગું થયું તે પહેલાં પણ માઈનિંગ ઈન્ડસ્ટ્રીની અંદર માઈનિંગ ના રાઇટસ ઉપર સર્વિસ ટેક્ષ લગાવી શકાય કે નહીં તે અંગેનાં વિવાદો ચાલતા હતાં તથા નામદાર કોટૅ સમક્ષ ચાલું હશે.
✓અને વધુમાં, સર્વિસ ટેકસ ની જગ્યાએ જી.એસ.ટી. નાં આગમન પછી પણ માઈનિંગ ના રાઇટસ ઉપર ટેક્ષ એટલે કે જી.એસ.ટી. લગાવી શકાય કે નહીં તે અંગેના વિવાદો યથાવત જ છે.
✓ આ વિવાદો પાછળના અનેક તકૅ માથી એક મહત્વનું કહી શકાય એવું તકૅ એવું પણ હતું કે રોયલ્ટી ને ટેક્ષ કહી શકાય કે નહીં?
કારણ કે જો રોયલ્ટી એ ખુદ ટેક્ષ હોય તો તેના પર અન્ય કોઈ ટેક્ષ એટલે કે સર્વિસ ટેક્ષ તથા જી.એસ.ટી. લગાવી શકાય નહીં.
અને કદાચ આ જ તકૅ ને કારણે રોયલ્ટી નો વિવાદ રોયલ બની જાય છે અને પરિણામે રોયલ ભુતકાળ ધરાવે છે.
૨)શું છે રોયલ્ટી નાં રોયલ પ્રશ્નનો રોયલ ભુતકાળ?
✓ જો રોયલ્ટી ના ભુતકાળ ના કુવામાં છલાંગ મારીએ તો કદાચ આપણે જોઈ શકીએ કે સૌ પ્રથમ વષૅ ૧૯૬૫ નાં નામદાર પટના હાઇકોર્ટ નાં લડડુ મલ વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહાર નાં ચુકાદામાં એવું ઠેરવવામાં આવ્યું કે મિનરલ્સ ઉપર લેવામાં આવતી રોયલ્ટી ને ટેક્ષ તરીકે ગણવી જોઈએ.
✓ નામદાર પટના હાઈકોટૅ ના આ ચુકાદા પછી નામદાર સુપ્રીમ કોર્ટ એ વષૅ ૧૯૮૯ નાં પોતાની સાત જજ વાળી ખંડપીઠ નાં ઈન્ડિયા સિમેન્ટ વિરૂદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુ નાં ચુકાદામાં એવું ઠેરવવામાં આવ્યું કે રોયલ્ટી એ ટેક્ષ છે.
✓ ત્યારબાદ તો નામદાર કોર્ટ ના આ એટલે કે ઈન્ડિયા સિમેન્ટ નાં પ્રસ્થાપિત કાયદા ઉપર થી ઓરિસ્સા સિમેન્ટ, ફેડરેશન ઓફ માઈનિંગ એસોસિયેશન ઓફ રાજસ્થાન, મહાલક્ષ્મી ફેબ્રિક મિલ્સ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, મહેન્દી કોલ્ડફિલ્ડ, પી. કન્નડસન જેવાં ચુકાદાઓ નામદાર કોટૅ દ્વારા સંભાળવામાં આવ્યાં.
✓ પણ પણ પણ વષૅ ૨૦૦૪ મા વક્ત ને કિયા કુછ હસી સિતમ ને નામદાર સુપ્રીમ કોર્ટ ની જ પાંચ જજ વાળી ખંડપીઠ નાં સ્ટેટ ઓફ બેન્ગાલ વિરુદ્ધ કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ માં એવું ઠેરવવામાં આવ્યું કે રોયલ્ટી એ ટેક્ષ નથી.
✓ આથી, આ કારણોસર થી પ્રશ્ન વિકરાળ બની ગયો કેમ કે પ્રિન્સિપાલ ઓફ દાઉદી વોરા, કાયદાકીય પ્રતિપાદિત સિધ્ધાંતો તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના અનેક ચુકાદાઓ મુજબ પાંચ જજ ની ખંડપીઠ એ સાત જજ ના ચુકાદા સાથે અસહમમતા રાખી શકે નહીં.
✓ અને અંતે આ વિવાદ નો ઉકેલ લાવવા માટે વષૅ ૨૦૧૧ માં નવ જજ ની ખંડપીઠ બનાવવા માટે નિણૅય લેવાયો કે જે મિનરલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના વિવાદમાં માઈનિંગ પર ની રોયલ્ટી અંગેના અનેક પ્રશ્નો અંગે પોતાનો નિર્ણય આપશે.
✓જો કે અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે ઈન્ડિયા સિમેન્ટ નાં ચુકાદા ઉપર કોઈ રોક નહોતી. પરિણામે જ્યાં સુધી સાત જજ કરતાં વધું જજ જ્યારે આ અંગેનો નિર્ણય ના આપે ત્યાં સુધી ઈન્ડિયા સિમેન્ટ જ ભારતીય કાયદો ગણી શકાય.
✓ છેવટે, ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ નામદાર સુપ્રીમ કોર્ટ એ મિનરલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના વિવાદમાં એ ઠેરવ્યું કે રોયલ્ટી એ ટેક્ષ નથી.
✓ વધુમાં, ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં રોજ નામદાર સુપ્રીમ કોર્ટ એ ચુકાદો આપતાં જણાવ્યું કે મિનરલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નો ચુકાદો એ ૦૧ એપ્રિલ, ૨૦૦૫ થી રિટ્રોસ્પેકટીવલી લાગું ગણાશે.
✓ આમ,માઈનિંગ ની રોયલ્ટી ઉપર સર્વિસ ટેક્સ કે જી.એસ.ટી. લાગી શકે કે નહીં એ અંગેના એક તકૅમા જ આટલો સમય વીતી ગયો છે તથા હજું માઈનિંગ રોયલ્ટી ઉપર સર્વિસ ટેક્સ કે જી.એસ.ટી. લાગે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય બાકી હોવાથી સમજી શકાય કે રોયલ્ટી ના પ્રશ્ન નો કેટલો રોયલ ભુતકાળ રહ્યો છે !
૩) શા માટે રોયલ નીવેડો જરુરી છે ?
✓ અગાઉ જણાવ્યા મુજબ વષૅ ૧૯૮૯ ની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ ની સાત જજ ની ખંડપીઠ એ ચુકાદો આપ્યો કે રોયલ્ટી એ ટેક્ષ છે. વધુમાં, વષૅ ૨૦૦૪ ની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ ની પાંચ જજ ની ખંડપીઠ એ ચુકાદો આપ્યો કે રોયલ્ટી એ ટેક્ષ નથી.
✓ જો કે આ પાંચ જજની ખંડપીઠ નો ચુકાદો એ સાત જજ ની ખંડપીઠ નાં ચુકાદા ને ફેરબદલ કરી શકે નહીં. વધુમાં, સાત જજની ખંડપીઠ નાં ચુકાદા ઉપર પણ કોઈ રોક આપવામાં આવી નહોતી.
✓ આમ, ૨૪ જુલાઈ, ૨૦૨૪ સુધી એટલે કે નવ જજ ની ખંડપીઠ નો મિનરલ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નો ચુકાદો નહોતો આવ્યો ત્યાં સુધી ઈન્ડિયા સિમેન્ટ વિરૂદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુ જ ભારતીય કાયદો હતો.
✓ હા, એ અંગે “ના” કહી શકાય નહીં કે નામદાર સુપ્રીમ કોર્ટ એ પોતાના આ રોયલ્ટી અંગેના ચુકાદાની અમલવારી ને પાછલી તારીખથી એટલે કે ૦૧ એપ્રિલ, ૨૦૦૫ થી લાગુ કરવા કહ્યું છે…
પરંતુ એ ખુબ જ સામાન્ય સમજી શકાય એવી વાત છે કે આ માટે કરદાતાઓ પોતે કોઈ વાંક માં નથી અને તેથી તેઓ રાહત મેળવવા પાત્ર છે.
૪) શું હોઈ શકે રોયલ નીવેડો?
✓ આ રોયલ પ્રશ્ન નો જો કોઈ રોયલ નીવેડો હોય શકે તો તે છે છેલ્લા અંદાજપત્રમા આવેલી અને જી.એસ.ટી. કાયદામાં નવી ઉમેરાયેલી કલમ ૧૧-એ …
જે એવી પરિસ્થિતિમાં કે જ્યાં ધંધાઓની પરંપરાગત રીત-ભાત ના કારણે ઓછો જી.એસ.ટી. ભરપાઈ થયેલો હોય કે જી.એસ.ટી. ભરપાઈ જ નાં થયેલો હોય તો આ અંગે સરકાર શ્રી પોતાનો ટેક્ષ અંગેનો હક્ક જતો કરી આપે.
✓ આ કલમ ૧૧-એ પાછળ નો સરકાર શ્રી નો મુખ્ય હેતુ એ છે કે આ કલમ નો ઉપયોગ એ એવી ખાસ પરિસ્થિતિ ઉપર કરી શકાય કે જ્યાં ધંધાકીય રીત-ભાત ના કારણે ઓછો અથવા “ના” બરાબર ટેક્ષ ની ભરપાઈ થયેલી હોય તો તેને રેગ્યુલરાઈઝ કરી શકાય !
૫) એક્સ્ટ્રા શોટૅ:- 
✓આમ તો હજું એવા અમુક તકૅ છે કે જેના આધારે તમે માઈનિંગ રોયલ્ટી ને એડજયુડિકેશન, અપીલ, ટ્રાબ્યુનલ કે નામદાર કોટૅ સમક્ષ લડત આપી શકો.
✓ પરંતુ, જ્યારે કોઈ વિવાદનો આટલા સમય પછી પણ અંત આવ્યો ના હોય ત્યારે નાની પાલખીવાલા સાહેબ ના શબ્દો યાદ આવે કે,
“આપણે બધી તકલીફોનો કાયદાકીય ઉકેલ લાવી શકાય તેવી ભ્રમણા માંથી દુર રહેવું જોઈએ.”
✓ આથી, આ રોયલ્ટી ના રોયલ પ્રશ્ન નો રોયલ નીવેડો ખુબ જ જરૂરી છે.
(લેખક રજકોટ ખાતે ટેક્સેશનના ઉપર ટ્રાઈબ્યુનલ, હાઇકોર્ટની પ્રેક્ટિસ કરે છે અને સેલ્સ ટેક્સ જર્નલ, ફૂલછાબ, કરવેરા સલાહકાર, ટેક્સ ટુડે જેવા પ્રકાશનોના  નિયમિત લેખક છે)
(આ લેખ ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 16 ડિસેમ્બર 2024 ના રોજ પ્રકાશિત થયેલ છે)
error: Content is protected !!