GSTR 4 માં 01 મે 2022 બાદ ભરવામાં આવેલ લેઇટ ફી રિફંડ થશે???
1.05.2022 થી 30 જૂન 2022 સુધી GSTR 4 માં લેઈટ ફી કરવામાં આવી માફ
તા. 26.05.2022: કંપોઝિશન હેઠળ વેરો ભરવા જવાબદાર કારદાતાઓને જી.એસ.ટી.હેઠળ મહત્વની રાહત આપવામાં આવી છે. 01.05.2022 થી 30.06.2022 વચ્ચે ભરવામાં આવતા GSTR 4 ને લેઈટ ફી માફ કરવમાં આવી છે. 26 મે 2022 ના રોજ આપવામાં આવેલ આ નોટિફીકેશન 07/2022 દ્વારા લેટ ફી માં આ માફી આપવામાં આવી છે. આ માફીની જાહેરાત થયા બાદ ટેક્સ પ્રોફેશનલ્સમાં એ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે કે જે કરદાતાઑ દ્વારા 01 મે 2022 થી 26 મે 2022 સુધી જે કરદાતાઓ એ લેઇટ ફી ભરવામાં આવી છે તે લેઇટ ફી શું રિફંડ કરવામાં આવશે?? આ અંગે બન્ને મત પ્રવર્તે છે. લેખકના અંગત મત પ્રમાણે આ 01 મે 2022 થી જે GSTR 4 ભરવામાં આવ્યા હોય અને તેના ઉપર જે લેટ ફી લગાડવામાં આવી હોય તે રિફંડ કરદાતાને આપવામાં આવશે. આ કારણેજ નોટિફીકેશનને 26 મે 2022 ના બદલે 01 મે 2022 થી અમલી બનાવવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં એવા શબ્દોનો પણ ઉલ્લેખ નથી કે જે કરદાતાઓ એ લેઇટ ફી ભરી આપી છે તેઑને રિફંડ આપવામાં આવશે નહીં. જો કે GSTN ને સમજવું મુશ્કેલ જ નહીં અશક્ય છે!! હવે, આશા રાખીએ કે જે કરદાતાઓ એ 01 મે બાદ લેઇટ ફી ભરેલ છે તે જલ્દી પરત કરવામાં આવે!!! ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે