આજે જીએસટી કાઉન્સીલ ની મીટિંગ માં વેપારીઑ ને રાહત ના સમાચાર
આજે જી.એસ.ટી કાઉન્સીલ ની 32 મી મીટિંગ દિલ્હી ખાતે પૂર્ણ થઈ ગયેલ છે જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે GST કાઉન્સિલ દ્વારા નીચે મુજબ ના નિર્ણય લેવામાં આવ્યા છે.
1) જી.એસ.ટી નંબર લેવાની લિમિટ ૨૦ લાખ થી વધારી ૪૦ લાખ સૂચવવા માં આવેલ છે.
2) ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી ઉચકવેરા નો લાભ લઇ શકશે. આ નિયમ 0૧-0૪-૨૦૧૯ થી લાગુ પડશે.
3) ઉચકવેરા પાત્ર વેપારી ને વર્ષ માં એકજ રીટર્ન ભરવાનું પણ ટેક્સ દર 3 મહિને ભરી દેવા નો રેહશે.
4) સર્વિસ પ્રોવાઇડર ને ઉચકવેરા નો લાભ લઇ શકશે જેનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ હશે અને તેને ૬% લેખે જી.એસ.ટી ભરવાનો રહેશે.
ઉપર ની માહિતી જી.એસ.ટી કોઉન્સીલે સરકાર ને ભલામણ કરેલ છે. તે લાગુ ત્યારેજ પડે જયારે આ મુદ્દા પર સરકાર નોટિફિકેશન બાર પાડે. ઉપર ની માહિતીઓ પર અધિકારીક પ્રેસ રિલીઝ આવવા ની હજુ બાકી છે.
પ્રેસ રિપોર્ટર- ટેક્સ કંસલટન્ટ નિરવ જિંજુવાડિયા અમરેલી.